ગુજરાત

સાંઈ યુવા ગ્રુપ પ્રેરિત માં અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરજણ કોટન ગરબા ગ્રાઉન્ડ ખાતે કુવારીકાઓના હસ્તે પૂજન વિધિ કરવામાં આવી.

  • સાંઈ યુવા ગ્રુપ પ્રેરિત માં અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરજણ કોટન ગરબા ગ્રાઉન્ડ ખાતે કુવારીકાઓના હસ્તે પૂજન વિધિ કરવામાં આવી.
  • – માની ભક્તિ ,શક્તિ અને ગરબામાં કુવારીકાઓએ પૂજન કરી કોઈ રાજકારણ નહીં ,નો સંદેશ આપ્યો
  •   કરજણ મુકામે દર વર્ષની જેમ શ્રી સાઈ યુવા ગ્રુપ પ્રેરિત માં અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી 2026 ના મંડપ સ્થાપન વિધિ નું આયોજન તારીખ 21 સપ્ટેમ્બર 2026 ના રોજ કરજણ કોટન ગરબા ગ્રાઉન્ડમાં ધાર્મિક વિધિ સાથે સાથે કરવામાં આવ્યું હતું. માં ની ભક્તિ ,માં ની શક્તિ અને નવરાત્રિનું ઘરેણું એવા ગરબા માટે આજે રાખવામાં આવેલ ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબા ઘુમનાર તમામ ખેલૈયાઓ ને માંની શક્તિ, માંની ઉર્જા મળે તે માટે માતા સ્વરૂપ 13 કુવારીકાઓના હસ્તે સમગ્ર પૂજન વિધિ તથા મંડપનું ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હતું. જેનાથી આ 13 બાળકો તથા તેમની સાથે હાજર રહેલા તેમના વાલીઓ, ખૂબ જ પ્રભાવિત અને આનંદિત થયા હતા. આયોજકો દ્વારા આ તમામ કુવારીકાઓને તેમના શૈક્ષણિક જીવનમાં ઉપયોગી થાય તે રીતે શૈક્ષણિક ગિફ્ટ આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજકારણથી પર રહીને કરજણ નગર તથા કરજણ તાલુકાના માં ની ભક્તિમાં રસ ધરાવતા આગેવાનો હાજર રહ્યા હતા.  નવચંડી યજ્ઞમાં ,નવચંડી ના 13 અધ્યાયો આવે છે અને તે મુજબ આ માં ની શક્તિ ના ગરબા માટે ના ભૂમિ પૂજન માં 13 કુવારીકાઓએ પૂજન વિધિ કરીને નવચંડી યજ્ઞના પ્રત્યક્ષ દર્શન કરાવ્યા છે. આયોજકો દ્વારા ગરબામાં ભાગ લેનાર તમામ કુવારીકાઓ, યુવતીઓ, મહિલાઓ માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. જેનાથી મહિલાઓમાં આનંદની લાગણી વ્યાપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button