કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની ના સી.એસ.આર. ફંડ માંથી શિનોર તાલુકાના ટીમ્બરવા તથા પુનિયાદ ગામની હાઈસ્કૂલમાં સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું

કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની ના સી.એસ.આર. ફંડ માંથી શિનોર તાલુકાના ટીમ્બરવા તથા પુનિયાદ ગામની હાઈસ્કૂલમાં સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું
ધારાસભ્ય અક્ષય પટેલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો. જિલ્લા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા.
આજરોજ તારીખ 24 સપ્ટેમ્બર 2026 ના રોજ કરજણ – શિનોર ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ના અધ્યક્ષપણા હેઠળ શિનોર તાલુકાના ટીંબરવા તથા પુનિયાદની શાળામાં સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા. લી. ના સી.એસ.આર.ફંડ માંથી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે તથા શાળા માં અભ્યાસ માટે આવવા જવામાં સુવિધા પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુથી આ ભગીરથ કાર્ય નો લાભ શાળાના ધોરણ 8 ,9 અને 10 ના શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કુલ ટીંબરવા માં 43 તથા ડોક્ટર શરદ પટેલ વિદ્યામંદિર પુનિયાદ માં 68 મળીને કુલ 111 વિદ્યાર્થીઓને હેલમેટ સહિત સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે કરજણ વિધાનસભા ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા.લી. ના મેનેજર ચિરાયુ પટેલ, સાથે જિલ્લા ભાજપા પ્રભારી ઋત્વિજ પટેલ, જિલ્લા પ્રમુખ ડોક્ટર બી.જે.બ્રહ્મભટ્ટ, સંગઠનના મહામંત્રી યોગેશ અધ્યારૂ ,મહામંત્રી બ્રિજેશ પટેલ શ્રી ચિંતા હરણ હનુમાનજી મંદિર ચાંદોદના વિવેક સ્વામી, સહકારી ક્ષેત્રના અને ચાણક્ય ગણાતા વિકાસ પટેલ (બીથલી), તાલુકા પ્રભારી મુકેશ દાજી, જિલ્લા પંચાયત સદસ્યા પતિ જીગાભાઈ પટેલ (ઉતરાજ),તાલુકા પ્રમુખ સંકેત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હીનાબેન રોહિત, ઉપપ્રમુખ પ્રિતેશ પટેલ, તાલુકા પંચાયત, તાલુકા સંગઠન અને વિવિધ મોરચાના ના હોદ્દેદારો હાજર રહ્યા હતા. શાળા પરિવાર ,કેળવણી મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. શાળાના ધોરણ 8, ધોરણ 9 તથા ધોરણ 10ના બાળકોના મુખ પર આ નવીન સાયકલો જોઈને આનંદની લહેર ઊઠી હતી. કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દર વર્ષે કરજણ-શિનોર-પોર વિધાનસભામાં આવેલ શાળાના બાળકોને પોતાના સી.એસ.આર.ફંડ માંથી સાયકલો આપી બાળકોને ઘરેથી શાળા સુધી ભણવા જવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. અગાઉ તારીખ 18 સપ્ટેમ્બર ના રોજ પોર બળીયાદેવ હાઈસ્કૂલમાં 343 સાયકલો આપવામાં આવી હતી ,શાળા પરિવારે તમામ મહેમાનો નો આભાર માન્યો હતો. સાયકલ વિતરણ ના કાર્યક્રમનો સહકારી અગ્રણી વિકાસ પટેલ દ્વારા પ્રચાર અને પ્રસાર કરાયો હતો જેમાં જિલ્લા ભાજપાનું સંગઠન જોડાતા આ કાર્યક્રમ આકર્ષણ રૂપ બન્યો હતો. આ કાર્યક્રમ પૂરો થયા પછી પુનીયાદ મુકામે ભાજપા હોદ્દેદારો અને કાર્યકરોએ ટિફિન બેઠક કરી હતી.



