ઘેર ઘેર હલ્દી – અક્ષત આપી શ્રીરામજન્મભૂમિ મંદીર પ્રાણપ્રતિષ્ઠામાં જોડાવવા નિમંત્રણ

ઘેર ઘેર હલ્દી – અક્ષત આપી શ્રીરામજન્મભૂમિ મંદીર પ્રાણપ્રતિષ્ઠામાં જોડાવવા નિમંત્રણ
૧૯ નવેમ્બર, કર્ણાવતી. વિશ્વ હિન્દુ પરિષદ, ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા આજે તમામ જિલ્લાઓના પ્રમુખ કાર્યકર્તાઓને બોલાવી, કુંવારિકાઓ દ્વારા વિધિવત પૂજન કરી અયોઘ્યા શ્રીરામજન્મભૂમિ મંદિરથી પૂજન થઈ આવેલા અક્ષતના કળશ સોંપવામાં આવ્યા. વિહિપની વ્યવસ્થાના ભાગરૂપે ઉત્તર ગુજરાત પ્રાંતને ૧૯૩ પ્રખંડોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જિલ્લા દ્વારા આ તમામ પ્રખંડ સહ આયોજન કરી લગભગ ૪૦ લાખ ઘરો સુધી આ પવિત્ર અક્ષત પહોંચાડાશે. આ સંદર્ભે વધુ માહિતી આપતા વિહિપના મંત્રી શ્રી અશોક રાવલે જણાવ્યું કે આ હલ્દી – અક્ષત તા. ૨૨ જાન્યુઆરીના રોજ યોજાનાર શ્રીરામજન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં પોતાના નજીકના મંદિરમાં સામુહિક પૂજા પાઠ કરી જોડાવવાના આમંત્રણ સ્વરૂપે પહોચાડવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ અને તેના ભગિની સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા પૂ. સંતોના માર્ગદર્શન હેઠળ તા. ૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન આ વ્યાપક અભિયાન હાથ ધરાશે.