લોક સમસ્યા
‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ હેઠળ બારડોલી તાલુકાના વાંકાનેર ખાતે બાગ-બગીચાની સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ
સુરત:મંગળવાર: તા.૧ ઓક્ટોબરથી રાષ્ટ્રવ્યાપી શરૂ કરાયેલા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને બહોળા પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે. કચરા મુક્ત ભારત અને કચરા મુક્ત રાજ્ય કરવાની નેમ સાથે શરૂ કરાયેલી મુહિમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાઇ રહી છે.
ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન’ હેઠળ બારડોલી તાલુકાના વાંકાનેર ખાતે બાગ-બગીચામાં સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.
આ અભિયાનને લંબાવીને સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર સફાઈ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જેના પરિણામે સફાઇ ઝુંબેશ જન આંદોલનમાં પરિણમી છે.