ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાને મહત્ત્વપૂર્ણ જવાબદારી

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાને મહત્ત્વપૂર્ણ જવાબદારી
લોકસભાની ચૂંટણી નજીક આવતા મુકેશ આંજણાને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન તરીકે નિમણુક કરાઈ
દિલ્હીથી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી
અમદાવાદ, ૨૦
લોકસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પાર્ટી સક્રિય થઇ ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અનેક લોકોને પાર્ટીમાં સામેલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એવા સમયે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન તરીકે મુકેશ આંજણાને જવાબદારી સોંપવામાં આવી છે, તેની ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી તરીકેની મુકેશ આંજણા પાસે જવાબદારી હતી. તેઓ સતત વિદ્યાર્થીઓ અને યુવાના હિત માટે પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. આગામી સમયમાં આવનારી લોકસભા ચૂંટણીમાં યુથ કોંગ્રેસની મહત્ત્વની ભૂમિકા હશે એવા સમયે ખેડૂત પરિવારમાંથી આવતા મુકેશ આંજણાને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
મુકેશ આંજણા છાત્ર રાજનીતિથી પોતાની રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના સૌથી મોભાદાર સેનેટ સભ્યના પદ પર રહીને અનેક વિદ્યાર્થીઓની સમસ્યાઓના મુદ્દાઓ ઉઠાવતા રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી પોતાના વિસ્તારની સમસ્યાના પ્રશ્નો ઉઠાવતા આવતા આવ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને યુથ કોંગ્રેસના લીડરોએ મુકેશ આંજણાને અભિનંદ આપ્યા હતા.
મુકેશ આંજણા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે
મુકેશ આંજણા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેઓ ગુજરાત ગુજરાત યુનિવર્સિટીની સૌથી હાઈ વોલ્ટેજ ગણાતી સેનેટ સભ્યની ચૂંટણી જીતીને પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. એન.એસ.યુ.આઈના પ્રદેશ મહામંત્રી તરીકે શ્રેષ્ઠ કામગીરી કરેલ છે. વર્ષ ૨૦૧૫થી લઈને ૨૦૧૯ સુધી સતત ગુજરાત ગુજરાત યુનિવર્સિટીની રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ ગુજરાત યુનિવર્સિટીના યુથ એન્ડ વેલ્ફેર વિભાગના સભ્ય રહી ચૂક્યા છે. બનાસકાંઠા યુવા કોંગ્રેસના મહામંત્રી અને વર્ષ ૨૦૨૨ લઈને ગુજરાત યુથ કોંગ્રેસની સંઘટનની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ગાંધીનગર સ્થિત સૌથી જાણીતી શૌક્ષણિક સંસ્થા અખિલ આંજણા કેળવણી મંડળના કારોબારી સભ્ય છે. મુકેશ આંજણા ગુજરાતી પ્રજાની વિવિધ સમસ્યાઓ મીડિયા સમક્ષ ઉજાગર કરતા આવ્યા છે. તેઓને ખૂબ જ કપરા સમયે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન તરીકેની અતિ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જડિયા ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.