તા.૨૩મી ડિસેમ્બરે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સુરત જિલ્લાના ૫ તાલુકાના ૧૧ ગામોમાં પરિભ્રમણ કરશે

સુરત:શુક્રવાર: સુરત જિલ્લામાં ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે. ઠેર ઠેર સંકલ્પ યાત્રાના રથોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે ૩૯મા દિને તા.૨૨મી ડિસેમ્બરના રોજ સુરત જિલ્લાના ૫ તાલુકાના ૧૧ ગામોમાં વિકસિત ભારત યાત્રાનો રથ પરિભ્રમણ કરશે. જેમાં ગ્રામજનોને આરોગ્ય કેમ્પ, આધાર કાર્ડના સુધારા વધારા તથા અન્ય યોજનાઓના લાભો લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કામરેજ તાલુકાના ટીમ્બા અને ખાનપુર-મીરાપુર, ચોર્યાસીના પોપડા અને દેલાડવા, પલસાણાના કણાવ અને ભુતપોર, માંડવીના ઉન ગામે, ઓલપાડના ભાંડુત, ખોસાડીયા, ભારૂંડી અને સિવાણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પરિભ્રમણ કરશે. જેમા મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે સાથે જ ગ્રામવાસીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર નિર્મિત ફિલ્મ બતાવાશે.