ચોર્યાસી-ઓલપાડની લોકપ્રિય અદાણી ગ્રામીણ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ

- ચોર્યાસી-ઓલપાડની લોકપ્રિય અદાણી ગ્રામીણ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ
- 60 દિવસથી વધુ ચાલનારી ટુર્નામેન્ટમાં ચોર્યાસી- ઓલપાડની 122 ટીમ ભાગ લેશે
હજીરા, સુરત : અદાણી ગ્રામિણ ક્રિકેટ ટૂર્નામેન્ટ સુરતના કાંઠા વિસ્તારમાં આવેલા ગામના યુવાનોમાં ખૂબ લોકપ્રિય થઈ છે. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન થાય છે. આ વર્ષની છઠ્ઠી સિઝનનો આરંભ અદાણી હજીરા પોર્ટના કન્ટેનર વિભાગના વડા મધુ એ.ના હસ્તે અને ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ અને અન્ય આગેવાનોની હાજરીમાં થયો હતો.
ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની ટીમો વચ્ચે રમાતી આ ટૂર્નામેન્ટની પ્રથમ સિઝનમાં માત્ર આઠ ટીમ આવી હતી જ્યારે આ વર્ષે છઠ્ઠી સિઝનમાં કુલ 122 ટીમ ભાગ લેશે. 60 દિવસ ચાલનારી આ ટુર્નામેંટની મોટાવાડા ક્રિકેટ ગ્રાઉંડ, મોરા, હજીરા, જુનાગામ અને વાંસવાના મેદાન ઉપર રમાશે. ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલએ અદાણી ફાઉન્ડેશન દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃતિની સરાહના કરીને ટૂર્નામેન્ટને અને ખેલાડીને શુભેચ્છા આપીને જણાવ્યુ હતું કે અહીંથી કોઈ ખેલાડી રણજી ટ્રોફી કે ભારતની ટીમ સુધી પહોચે એવી આશા છે. અદાણી હજીરા પોર્ટના કન્ટેનર વિભાગના હેડ મધુ એ. દ્વારા સૌનું સ્વાગત કરીને અદાણી ફાઉન્ડેશનની કામગીરીનો ચિતાર આપવામાં આપ્યો હતો. એ પછી ટોસ કરાવી ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જુનાગામના સરપંચશ્રી ભગુભાઈ પટેલ, ભટલાઈ ગામના ઉપસરપંચ છોટુભાઈ પટેલ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.