ચાર ભાઈઓની જેલ તોડીને બહાર આવવાની યોજના, માત્ર આપની ટીવી સ્ક્રીન્સ પરઃ વધુ જાણવા જુઓ ડાલ્ટન્સ
શું થાય છે જ્યારે ગાયબ થઈ જવાની યોજના કમસનીબ પણ હાસ્યાસ્પદ ઘટનાઓની હારમાળાને લીધે ખોરવાઈ જાય છે? જવાબ છુપાયો છે એ ચાર ભાઈઓના જીવનક્રમમાં જેઓ દર વખતે અથાગ પ્રયાસ કરવા છતા પણ તેમની જેલ તોડીને ભાગવાના મિશનમાં નિષ્ફળ નીવડે છે.
જેલના સળીયા પાછળ સપડાયેલા ભાઈઓની ટુકડી સાથે જોડાવો અવિરતપણે સફળતાપૂર્વક જેલ તોડીને ભાગવા માટે પ્રયત્નરત છે, જે દરેક પ્રયત્ન અંતે વિચીત્ર અને મૂર્ખામીભર્યા ઘટનાક્રમમાં પરિણમે છે. ઢોલ, બંસી, હાર્મોનીયા અને તંબુરાની યોજનાના સાક્ષી બનો, જે તમને સરકસના ખેલની જેમ હંસી હંસીને થકવી નાંખશે. પછી તે પાણીના પાઈપથી લપસીને ઉતરતી વખતે ફિણવાળા પાણીમાં ફંસાવવાનું હોય, કે પછી ગરમ એર બલુનથી ભાગવાના ચક્કરમાં પાછા જેલમાં પહોંચવાનો કિસ્સો, આ ભાઈઓ પાસે આઝાદ થવા માટેની યોજનાઓમાં કોઈ જ કમી નથી.
કઈ રીતે અને ક્યાં સુધી આ ભાઈઓની ગાયબ થઈને ભાગી જવાની યોજના આગળ વધે છે? તો આપ સજ્જ થઈ જાવ સોની યેય પર ધ ડાલ્ટન્સના નવા એપિસોડ્સમાં ક્યાંય ન જોઈ એવી હાસ્યથી ભરપૂર ભૂલોનો આનંદ ઉઠાવવા.
જુઓ ધ ડાલ્ટન્સ દર સોમ-શુક્ર સવારે 11 વાગ્યે સોની યેય પર!