કાયદા વિભાગના વિદ્યાર્થીઓએ ડાંગ સ્વરાજ આશ્રમ શાળા, કાલિબેલની મુલાકાત લીધી

કાયદા વિભાગના વિદ્યાર્થીઓએ ડાંગ સ્વરાજ આશ્રમ શાળા, કાલિબેલની મુલાકાત લીધી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કાયદાશાસ્ત્ર વિભાગના માનવ અધિકાર (હ્યુમન રાઈટસ)ના વિદ્યાર્થીઓ દ્રારા તા. ૧૭-૦૨-૨૦૨૪ અને ૧૮-૦૨-૨૦૨૪ના રોજ ડાંગ સ્વરાજ આશ્રમ શાળા, કાલિબેલ, ડાંગની મુલાકાત લેવામાં આવી હતી અને આ મુલાકાતનો વિષય “ડાંગમાં વસતા લોકોના સામાજિક અને આર્થિક જીવન પર ઉત્થાન અને સશક્તિકરણ યોજનાઓના પ્રત્યાવનો અભ્યાસ” હતો. આ વિષય અંતર્ગત વિદ્યાર્થીઓએ ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરી તેમની જરૂરિયાતો અને અધિકારો વિશેની માહિતી મેળવી અને ત્યાના બાળકોને પેન, પેન્સિલ અને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. કાલીબેલ વિસ્તારના આજુબાજુના ગામના લોકો સાથે મળી વિવિધ યોજનાઓની માહિતી બાબતે જાણકારી મેળવી અને એમની સામાજિક અને આર્થિક જીવન વિશે હળવી વાતોથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ બે દિવસોમાં વિદ્યાર્થીઓએ આ વિસ્તારના ડૉકટરશ્રી, વકીલશ્રી, ઉચ્ચ સ્તરીય અભ્યાસ કરેલા વિદ્યાર્થી, સરપંચ તથા આશાવર્કરો તેમજ સમાજ માટે કામ કરતા વ્યકિતઓની મુલાકાત લીધી હતી. અંતમાં, વિસ્તારના બાળકો, સ્ત્રીઓ, વૃધ્ધો તથા સમાજના નબળા વર્ગો વિશેના અનુભવો અને તેમના જવાબો સાથે પરત થયાં. આ સમગ્ર ટીમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન સી. ગઢવી અને કાયદા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. યશોધરાબેન ભટ્ટ તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.