ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે શુક્રવારથી ચાર દિવસીય ‘ઉદ્યોગ–ર૦ર૪’ ભવ્ય પ્રદર્શન યોજાશે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે શુક્રવારથી ચાર દિવસીય ‘ઉદ્યોગ–ર૦ર૪’ ભવ્ય પ્રદર્શન યોજાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૩, ર૪, રપ અને ર૬ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦ર૪’પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧૪મી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અંકલેશ્વર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, વાપી, વલસાડ, મુંબઇ, ઠાણે, પૂણે, ગુરૂગ્રામ (હરિયાણા) અને ભોપાલના મળી ર૦૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા પાર્ટીસિપેટ કરવામાં આવ્યું છે. ઉદ્યોગ એકઝીબીશનમાં ‘૩ E એક્ષ્પો’ તરીકે અલગથી પેવેલિયન ફાળવવામાં આવ્યું છે. જેમાં એનર્જી, એફિશિયન્સી અને એન્વાયરમેન્ટ માટેના પ્રોડકટ તેમજ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.
‘ઉદ્યોગ–ર૦ર૪’ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. ર૩ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં ઉદ્ઘાટક તરીકે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂક પટેલ પધારશે અને તેમના વરદ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટના ડાયરેકટર અરૂણ ચૌધરી સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. જ્યારે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (NPCIL)ના સ્ટેશન ડાયરેકટર અજય કુમાર ભોલે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર ક્ષિતિજ મોહન સ્પેશિયલ ગેસ્ટ્સ તરીકે સમારોહની શોભા વધારશે. આ ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના જનરલ મેનેજર એમ.કે. લાદાણી અને ટોરેન્ટ પાવર લિમિટેડ– સુરતના વાઇસ પ્રેસિડેન્ટ નિતિન માલકન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કુલ ૧,૧૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયું છે. જેમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્સ અને સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે.
ઉદ્યોગ એકઝીબીશનમાં ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટમાં ઓટોમેશન એન્ડ રોબોટિકસ, એસી એન્ડ ડીસી ડ્રાઇવ્સ, કેબલ્સ, સ્વીચ ગિયર્સ, ઇન્વર્ટર, યુપીએસ અને બેટરી વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. એન્જીનિયરીંગ એન્ડ અલાઇડ સેગમેન્ટમાં મશીન ટૂલ્સ, ગિયર્સ એન્ડ મોટર્સ, ટેક્ષ્ટાઇલ એન્સીલરી, કોમ્પ્રેશર, પમ્પ્સ એન્ડ વાલ્વ, કટીંગ ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરીઝ, એકસકલુઝીવ લેસર એન્ડ એડીટીવ મેન્યુફેકચરીંગ, વેલ્ડીંગ ઇકવીપમેન્ટ એન્ડ કોન્સુમેબલ્સ, પાવર ટૂલ્સ એન્ડ ફાસ્ટનર, ઇન્ડસ્ટ્રીયલ હાર્ડવેર મટિરિયલ હેન્ડલીંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરિટી, હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.
આ ઉપરાંત સર્વિસ સેગમેન્ટમાં બેન્કીંગ, ફાયનાન્સ એન્ડ ઇન્સ્યુરન્સ, ટૂરીઝમ, લોજિસ્ટીક એન્ડ વેર હાઉસિંગ અને આઇટી સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સોલાર એનર્જી, વીન્ડ એનર્જી, બાયો–એનર્જી, હાઇડ્રો એનર્જી, જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇલેકટ્રો કેમિકલ વિગેરે દરેક ઇન્ડસ્ટ્રી સબંધિત એનર્જી સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સને ઉદ્યોગ પ્રદર્શનમાં ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી ગૃપ તથા એસોસીએટ સ્પોન્સર તરીકે એનપીસીઆઇએલ અને જૈનમનો તેમજ એમએસએમઇ બેન્કીંગ સ્પોન્સર તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. જ્યારે ઉદ્યોગ એકઝીબીશન માટે સરકારના ઇન્ડેક્ષ્ટબી, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ– ગુજરાત અને એસ.એસ.આઇ.સી.નો સહયોગ મળ્યો છે.