સંપૂર્ણ નવા સેમસંગ ગેલેક્સી ફિટ3 સાથે પોતાને શ્રેષ્ઠતમ રાખવા પ્રોત્સાહિત રહો

સંપૂર્ણ નવા સેમસંગ ગેલેક્સી ફિટ3 સાથે પોતાને શ્રેષ્ઠતમ રાખવા પ્રોત્સાહિત રહો
ગેલેક્સી ફિટ3 તેની નવી ડિઝાઈન સાથે ઉપભોક્તાઓને વધુ સ્માર્ટ રીતે વર્કઆઉટ કરવા, તેમના સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજવા અને બહેતર કનેક્ટેડ અનુભવો માણવા માટે મદદ કરે છે
ગુરુગ્રામ, ભારત, 23મી ફેબ્રુઆરી, 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેનું નવીનતમ ફિટનેસ ટ્રેક્ર ગેલેક્સી ફિટ3 રજૂ કર્યાની ઘોષણા કરવામાં આવી છે, જે સેમસંગની આધુનિક હેલ્થ- મોનિટરિંગ ટેકનોલોજીને લોકાભિમુખ બનાવીને દરેકને તેમના શ્રેષ્ઠતમ મહેસૂસ કરવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. ગેલેક્સી ફિટ3 સેમસંગનું નવીનતમ વેરેબલ ડિવાઈસ છે અને વ્યાપક ડિસ્પ્લે સાથે એલ્યુમિનિયમ બોડી ધરાવે છે, જે ઉપભોક્તાઓને રોજના વર્કઆઉટ્સથી લઈને શાંતિપૂર્ણ નિદ્રા સુધી, અહોરાત્ર તેના કાંડા પરથી તેમના સ્વાસ્થ્ય અને વેલનેસના ડેટાને ટ્રેક કરવા માટે મદદરૂપ થાય છે.
“સુખાકારીના આ નવાયુગમાં ઉપભોક્તાઓ તેમના સ્વાસ્થ્યની વધુ વ્યાપક સમજ ઈચ્છે છે અને સેમસંગ તેમના સુખાકારીના પ્રવાસમાં તેમને મદદરૂપ થવા માટે આધુનિક હેલ્થ મોનિટરિંગ ટૂલ્સ પૂરાં પાડવા માટે કટિબદ્ધ છે,” એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના સિનિયર ડાયરેક્ટર આદિત્ય બબ્બરે જણાવ્યું હતું. “અમારું નવીનતમ ફિટનેસ ટ્રેકર ગેલેક્સી ફિટ3 રોજબરોજની સુખાકારીને પ્રોત્સાહન આપતાં સંસાધનોને પહોંચ પૂરી પાડીને અને તેમના શ્રેષ્ઠતમ સ્વ પર કામ કરવા દરેકને પ્રેરિત કરીને અમારી કટિબદ્ધતા અધોરેખિત કરે છે.”
વિશાળ, વધુ સ્ટાઈલિશ ડિસ્પ્લે સાથે ટકાઉ અને કોમ્પેક્ટ ટ્રેકર
ગેલેક્સી ફિટ3 એલ્યુમિનિયમ બોડી અને 1.6 ઈંચ ડિસ્પ્લે સાથે તૈયાર કરાયું છે, જે અગાઉના મોડેલ કરતાં 45 ટકા વધુ વાઈડ છે, જેથી ઉપભોક્તાઓને એક નજરે વિગતવાર ઈનસાઈટ્સ તપાસવાનું સહેલું બને છે. ગેલેક્સી ફિટ3 વજનમાં હલકું છે અને આરામદાયક ફિટ સાથે સ્લીક છે, જેથી અહોરાત્ર રોજબરોજના ઉપયોગ માટે તેને આદર્શ બનાવે છે. ઉપભોક્તાઓ ગેલેક્સી ફિટ3ને તેનું દીર્ઘ બેટરી આયુષ્ય જે 13 દિવસ સુધી ટકી શકે છે તેને આભારી આસાનીથી તેમની જીવનશૈલીમાં સમાવી શકે છે. તેઓ તેમના ટ્રેકરને પર્સનલાઈઝ કરી શકે અને 100 પ્રીસેટ્સ અથવા બેકગ્રાઉન્ડમાં પોતાના ફોટો સેટ કરીને તેમના ફેવરીટ વોચ ફેસ ચૂંટીને તેને વધુ સ્ટાઈલિશ બનાવી શકે છે. ઉપભોક્તાઓ તેમની ફેશન અને રોજના નિત્યક્રમને અનુરૂપ બટનની એક ક્લિક સાથે સહજ રીતે બેન્ડ્સ મિક્સ એન્ડ મેચ કરી શકે છે.
તમારા હેલ્થ મેટ્રિક્સ પર દિવસરાત પલ્સ રાખો
સેમસંગ ઉત્તમ સુખાકારી માટે હંમેશાં નિદ્રાને અગ્રતા આપતી આવી છે, જે ઉપભોક્તાઓને તેમની પેટર્ન સમજવામાં અને આધુનિક સ્લીપ મોનિટરિંગ ટૂલ્સ સાથે સ્વસ્થ આદતો નિર્માણ કરવા સશક્ત બનાવેછે. આ કટિબદ્ધતા ગેલેક્સી ફિટ3માં પ્રદર્શિત થાય છે. ઉપભોક્તાઓ રાતભર તેમનું ગેલેક્સી ફિટ3 આરામથી પહેરી રાખી શકે છે, કારણ કે તે તેમની નિદ્રાની શૈલીનું પગેરું રાખે છે. ઉપરાંત વધુ વિગતવાર માપન માટે ઘોરવાનું ડિટેક્ટ કરે છે અને બ્લડ ઓક્સિજન સપાટીની દેખરેખ રાખે છે. વ્યક્તિગત નિદ્રાની શૈલીને આધારે ગેલેક્સી ફિટ3 ઉપભોક્તાઓને અર્થપૂર્ણ ઈનસઈટ્સ સાથે પર્સનલાઈઝ્ડ સ્લીપ કોચિંગ પૂરું પાડે છે, જે તેમને તેમની નિદ્રાને વધુ જ્ઞાનાકાર રીતે સમજવામાં મદદ કરે છે, જેથી તેઓ હકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
દિવસ દરમિયાન ગેલેક્સી ફિટ3 ઉપભોક્તાઓને તેમની રોજની પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવા મદદરૂપ થાય છે. ઉપભોક્તાઓ કોઈ પણ સમયે, ક્યાંય પણ 100 પ્રકકારના વર્કઆઉટ્સનો ટ્રેક રાખી શકે અને તેમની કસરતની નોંધ તે અનુસાર આસાનીથી સમીક્ષા કરી શકે છે, જેથી તેઓ તેમનાં લક્ષ્યો હાંસલ કરલા માટે પ્રેરિત રહી શકે છે. ગેલેક્સી ફિટ3ને 5 એટીએમ રેટિંગ અને આઈપી68- રેટેડ વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સનું બિરૂદ મળ્યું છે, જેનો અર્થ ઉપભોક્તાઓ વિવિધ વાતાવરણમાં તેમની બહારી પ્રવૃત્તિઓ પણ માણી શકે છે. ગેલેક્સી ફિટ3 ઉપભોક્તાઓને હાર્ટ રેટ અને તાણની સપાટીઓ સહિત હેલ્થ મેટ્રિક્સ પ્રદાન કરીને તેમના એકંદર સ્વાસ્થ્યની ઊંડી સમજ આપે છે.
ગેલેક્સી ઈકોસિસ્ટમમાં સુરક્ષિત અને કનેક્ટેડ રહો
ઉપભોક્તાઓની સેફ્ટી નેટ પૂરી પાડવા માટે સુરક્ષાની વિશિષ્ટતાઓમાં ફોલ ડિટેકશન અને ઈમરજન્સી એસઓએસ છે, જે ગેલેક્સી ફિટ3માં નવો ઉમેરો છે. જો ગેલેક્સી ફિટ3 જો ધારણ કરનાર અચાનક રીતે પડી જાય તો ઉપભોક્તાઓ સમયસર રીતે તબીબી આધાર મેળવવા માટે તુરંત ઈમરજન્સી સેવાઓને કોલ કરવાનો વિકલ્પ પણ આપે છે. ઉપભોક્તાઓ ઈમરજન્સીમાં હોય ત્યારે તેઓ સાઈડ બટન પાંચ વાર દબાવીને તુરંત એસઓએસ મોકલી શકે છે.
ગેલેક્સી ફિટ3ના ઉપભોક્તાઓને બહેતર વેરેબલ અનુભવ માટે કનેક્ટેડ સેમસંગ ગેલેક્સી ઈકોસિસ્ટમમાં ઘણી બધી ક્ષમતાઓને પહોંચ મળે છે. ઉપભોક્તાઓ કેમેરા રિમોટથી ફોટો લેતા હોય અને ટાઈમર સેટ કરતા હોયત્યારે તેમના સ્માર્ટફોન કેમેરા માટે રિમોટ કંટ્રોલ તરીકે તેમના કાંડા પર કંટ્રોલર તરીકે ઉપયોગ કરવા સાથે તેમના કનેક્ટેડ ડિવાઈસ પર મિડિયા પ્લે અને કંટ્રોલ કરવા પણ ઉપયોગ કરી શકે છે. આસાન અનુભવ માટે ઉપભોક્તાઓ ડિસ્ટર્બ થવા માગતા નહીં હોય અથવા સૂવાની તૈયાર કરતા હોય ત્યારે તેઓ આપોઆપ તેમના ગેલેક્સી ફિટ3 અને પેર્ડ સ્માર્ટફોન વચ્ચે મોડ્સ સિન્ક કરી શકે છે. જો સ્માર્ટફોન ગેરવલ્લે થાય તો ઉપભોક્તાઓ ગેલેક્સી ફિટ3 અથવા તેથી વિપરીત પર ફાઈન્ડ માય ફોન ફીચર સાથે તે આસાનીથી લોકેટ કરી શકે છે.