સેમસંગની સૌથી ઈન્ટેલિજન્ટ પીસી લાઈનઅપ ગેલેક્સી બુક 4 સિરીઝનું ભારતમાં વેચાણ શરૂ

સેમસંગની સૌથી ઈન્ટેલિજન્ટ પીસી લાઈનઅપ ગેલેક્સી બુક 4 સિરીઝનું ભારતમાં વેચાણ શરૂ
ગુરુગ્રામ, ભારત, 26મી ફેબ્રુઆરી, 2024– ગેલેક્સી બુક 4 પ્રો 360, ગેલેક્સી બુક 4 પ્રો અને ગેલેક્સી બુક 4 360 સાથેની સૌથી ઈન્ટેલિજન્ટ પીસી લાઈનઅપ સેમસંગ ગેલેક્સી બુક 4 સિરીઝ આજથી ભારતમાં વેચાણમાં મૂકવામાં આવી હતી.
ગેલેક્સી બુક 4 સિરીઝ નવું ઈન્ટેલિજન્ટ પ્રોસેસર, વધુ વૈવિધ્યપૂર્ણ અને ઈન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને મજબૂત સલામતી પ્રણાલી સાથે આવે છે, જે AI પીસીના નવા યુગની શરૂઆત ઉત્તમ પ્રોડક્ટિવિટી, મોબિલિટી અને કનેક્ટિવિટી પૂરી પાડે છે. આ નવીનતાથી ડિવાઈસમાં સુધારણા થવા સાથે સંપૂર્ણ સેમસંગ ગેલેક્સી ઈકોસિસ્ટમ મજબૂત બનીને પીસી શ્રેણીની પ્રગતિ થઈ છે અને આજે તથા આ આવતીકાલ માટે AI ઈનોવેશનનો સેમસંગનો ધ્યેય વધુ તેજ બન્યો છે.
ઉચ્ચ સ્તરની કનેક્ટિવિટી, મોબિલિટી અને પ્રોડક્ટિવિટી લાવતાં ગેલેક્સી બુક 4 સિરીઝ ઉપભોક્તાઓ તેમનાં પીસી, સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ અને અન્ય ડિવાઈસીસ સાથે જે રીતે ઈન્ટરએક્ટ કરે છે તેમાં નવો દાખલો બેસાડીને અસલ કનેક્ટેડ અને ઈન્ટેલિજન્ટ અનુભવ પ્રદાન કરે છે. તે મહત્તમ અને પરિચિત સ્પર્શ આધારિત યુઝર ઈન્ટરફેસ સાથે સંપૂર્ણ ઈન્ટરએક્ટિવ છે, જે તમારા સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર થતા અનુભવ જેવું છે.
શક્તિશાળી પરફોર્મન્સ માટે ઈન્ટેલિજન્સ પ્રોસેસરની વિશિષ્ટતા સાથે ગેલેક્સી બુક 4 સિરીઝમાં નવું ઈન્ટેલ® કોર™ અલ્ટ્રા 7/અલ્ટ્રા 5 પ્રોસેસર છે, જે ઝડપી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (CPU), હાયર- પરફોર્મન્સ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) અને નવા ઉમેરાયેલા ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ (NPU)ને જોડે છે. AI ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જતાં ગેલેક્સી બુક 4 સિરીઝમાં ઉત્પાદકતા વધારવા માટે ઈન્ટેલનો ઉદ્યોગનો પ્રથમ AI પીસી એક્સિલરેશન પ્રોગ્રામ છે.
ગેલેક્સી બુક 4 સિરીઝ તેના ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે સાથે અદભુત અને ઈન્ટરએક્ટિવ ડિસ્પ્લે પ્રદાન કરે છે, જે ઈનડોર કે આઉટડોર, ક્લિયર કોન્ટ્રાસ્ટ અને વૈવિધ્યપૂર્ણ કલરની ખાતરી રાખે ચે. તેનું વિઝન બૂલ્ટર બ્રાઈટ સ્થિતિઓમાં વિઝિબિલિટી અને કલર રિપ્રોડકશન વધારવા ઈન્ટેલિજન્ટ આઉટડોર અલ્ગોરીધમનો ઉપયોગ કરે છે, જ્યારે એન્ટી- રિફ્લેક્ટિવ ટેકનોલોજી વિચલિત કરનારા રિફ્લેક્શન્સ ઓછા કરે છે.
અવાજની ગણવત્તા પણ ડોલ્બી એટમોસ® સાથે AKG ક્વેડ સ્પીકર્સ સાથે ઉચ્ચ કક્ષાની છે, જે ક્લિયર અને ક્રિસ્પ અવાજ માટે હાઈ ઓક્ટેવ્ઝ અને રિચ બાસ પ્રદાન કરે છે. સર્વ ઉત્તમ ફીચર્સ આ ઈન્ટેલિજન્ટ પીસીની ભાવિ પેઢીમાં પેકેજ્ડ છે, જે મજબૂત સલામતીની પ્રણાલી પણ ધરાવે છે.
AI – પાવર્ડ ઈનોવેશનના સેમસંગના ધ્યેયનો દાખલો ગેલેક્સી બુક 4 સિરીઝ લોકોને તેમના જીવનની ગુણવત્તા બહેતર બનાવવાની નવી શક્યતાઓની ખોજ કરવા સાથે ઉત્પાદકતાના ઉચ્ચ સ્તર સાથે સશક્ત બનાવે તે રીતે તૈયાર કરાઈ છે.
Key Specifications:
Galaxy Book4 Pro 360 | Galaxy Book4 Pro | Galaxy Book4 360 | |
Processor | Intel Core Ultra7 | Intel Core Ultra7 / Intel Core Ultra5 | Intel Core 7/ Core 5 |
Size | 16-inch | 16 inch and 14 inch | 15.6 inch |
Display | WQXGA+ (2880×1800) Dynamic AMOLED 2X display [ touch screen] | WQXGA+ (2880×1800) Dynamic AMOLED 2X display [ touch screen] | FHD (1920×1080) Super AMOLED [touch screen] |
RAM | 16GB LPDDR5X | 16/32GB LPDDR5X | 16GB LPDDR5 |
Storage | 512GB / 1TB | 512GB / 1TB | 512GB / 1TB |
Graphics | Intel Arc | Intel Arc | Intel Iris Xe |
Weight | 1.66 kg | 1.56 / 1.23 kg | 1.46 kg |
Battery | 76Wh | 16-inch – 76Wh
14-inch – 63Wh |
68Wh |
Charging | 65W | 65W | 65W |
Availability Prices & Offers:
Galaxy Book4 Pro 360 | Galaxy Book4 Pro | Galaxy Book4 360 | |
Colours | Moonstone Gray | Moonstone Gray, Platinum Silver | Gray |
Price Starting From | INR 163990 | INR 131990 | INR 114990 |
Consumers can avail bank cashback worth INR 10000 or upgrade bonus up to INR 8000 on purchase Galaxy Book4 Pro 360, Galaxy Book4 Pro and Galaxy Book4 360.Consumers can also opt for No-cost EMI up to 24 months. In addition, students can also avail additional 10% discount on their purchase of Galaxy Book4 series. Galaxy Book4 Pro 360, Galaxy Book4 Pro and Galaxy Book4 360 will be available for purchase on Samsung.com, leading online stores and select retail stores.