ગુજરાત
પર્વત પાટીયાના ફ્લેટ ના એસીમાં શોર્ટ સર્કિટથી આગ
પર્વત પાટીયાના ફ્લેટ ના એસીમાં શોર્ટ સર્કિટથી આગ
આગળ નો પંખો અને વાયરીંગ બળીને રાખ
પર્વત પાટિયા કેનાલ રોડ પર આવેલ એક એપાર્ટમેન્ટ ના ફ્લેટમાં રાખવામાં આવેલ એસી માં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનો બનાવ ફાયર બ્રિગેડ ના ચોપડે નોંધાયો હતો.
ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, પર્વત પાટિયા કેનાલ રોડ ઉપર રેસમાં ચોક્સી દર્શન રેસીડેન્સી આવેલી છે. આ રેસિડેન્સી ના એ વિભાગના પહેલા માળે જીતુ ભાઈ નો ફ્લેટ આવેલો છે. ગત રાત્રે તેમના ઘર ના એસી માં શોર્ટ સર્કિટ થતા ડુબાહલ ફાયર સ્ટેશન ના અધિકારીઓ ફાઈટર અને ટેન્કર લઈને ઘટના સ્થળે જવા રવાના થયા હતા. જ્યાં તેઓએ પાણીનો છંટકાવ કરીને આગને બુજાવી નાખી હતી. આગને કારણે એસીના આગળનો પંખો અને વાયરીંગ બળીને રાખ થઈ ગયા હતા..