વ્યાપાર

સેમસંગે બેંગલુરુમાં પોતાની રિટેલ હાજરી વધારી; મોલ ઓફ એશિયામાં પોતાના બીજા પ્રિમીયમ એક્સપિરીયન્સ સ્ટોરનું ઉદઘાટન કર્યુ

સેમસંગે બેંગલુરુમાં પોતાની રિટેલ હાજરી વધારી; મોલ ઓફ એશિયામાં પોતાના બીજા પ્રિમીયમ એક્સપિરીયન્સ સ્ટોરનું ઉદઘાટન કર્યુ

 

અદ્યતન પ્રિમીયમ સ્ટોર ડિઝાઇનથી સજ્જ, તેમાં સ્માર્ટફોન્સ, લેપ્ટોપ્સ અને ટેબ્લેટ્સને સ્માર્ટથિંગ્સ, ગેમીંગ ઝોન, ઓડીયો વિઝ્યૂઅલ જેવા નવા ઝોન્સને સર્વિસ સેન્ટર અને સ્ટોર+ મારફતે તદ્દન નવા ફિગીટલ અક્સપિરીયન્સને દર્શાવવામાં આવ્યા છે

જે ગ્રાહકો વહેલાસર પધારે તેમના માટે ખાતરીદાયક ભેટ, 2X લોયલ્ટી પોઇન્ટસ (રૂ. 15000થી વધુના વ્યવહારો પર) અને મર્યાદિત સમયગાળા માટે પસંદગીના ગેલેક્સી ડિવાઇસ ખરીદવા પર ગેલેક્સીબડ્ઝ રૂ. 2999ની કિંમતે મેળવશે

 

બેંગલુરુ, ભારત, માર્ચ, 2024 – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ કંપની સેમસંગએ બેંગલુરુમાં મોલ ઓફ એશિયામાં નવા પ્રિમીયમ એક્સપિરીયન્સ સ્ટોરનું ઉદઘાટન કર્યુ છે. વેચાણ અને સેવાઓ માટે વન સ્ટોપ શોપ બની રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવેલ આ સ્ટોર ગ્રાહકોને ઉત્સાહજનક અનુભવ પૂરો પાડશે, જેમાં તેની કનેક્ટેડ ડિવાઇસ ઇકોસિસ્ટમ – સેમસંગ સ્માર્ટથિંગ્સ તેમજ વિવિધ પ્રકારની સાંકળથી પ્રવૃત્તિઓનું પણ નિદર્શન કરવામાં આવશે.

 

નવો પ્રિમીયમ એક્સપિરીયન્સ સ્ટોર મોલ ઓફ એશિયામાં 1200 ચો.ફૂટમાં ફેલાયેલો છે જે સેમસંગ પ્રોડક્ટ્સ અને સેવાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરવાની સાથે બેંગલુરુના ઉત્તરીય ભાગમાં ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષે છે.

 

જે ગ્રાહકો સ્ટોરમાં આવશે તેમને ખાતરીદાયક ભેટ, 2X લોયલ્ટી પોઇન્ટ્સ (રૂ. 15,000થી ઉપરના વ્યવહારો પર) અને મર્યાદિત સમયની ઓફર તરીકે પસંદગીના ડિવાઇસ સાથે રૂ. 2999ની કિંમતના ગેલેક્સી બડ્ઝ પણ મેળવશે. જ્યારે સેમસંગની રૂ. 20,000થી ઉપરની પ્રોડક્ટ ખરીદવા પર ગ્રાહકો વહેલાસર મુલાકાત સ્વરૂપેની ભેટ પણ મેળવશે. વધુમાં ગ્રાહકો હંમેશના ચાલુ રહેતા ફાયદાઓ દ્વારા સ્માર્ટફોન્સ, લેપ્ટોપ્સ અને સ્માર્ટવોચીઝ પર 22.5 ટકા સુધીની કેશબેક રૂપે વિદ્યાર્થી ડિસ્કાઉન્ટ અને પસંદગીની આઇટમો પર રૂ. 22,000 સુધીના વધારાના લાભો મેળવી શકશે.

 

સ્ટોર ખાતે સેમસંગ તેના ‘Learn @ Samsung’ પ્રોગ્રામના ભાગરૂપે વિવિધ પ્રકારના ગેલેક્સી વર્કશોપનું પણ આયોજન કરશે જેની ડિઝાઇન ટેક-સેવી ગ્રાહકો અને ખાસ કરીને Gen Z અને યુવાઓ માટે કરવામાં આવી છે. તેમાં AI શિક્ષણ કે ગ્રાહકોના જુસ્સા પર ધ્યાન કરતી હોય તેવા વર્કશોપ્સનો પણ સમાવેશ થશે.

 

“શહેરમાં અમારા સૌપ્રથમ એક્સપિરીયન્સ સેન્ટર સેમસંગ ઓપેરા હાઉસને મળેલા સુંદર પ્રતિભાવને આધારે બેંગલુરુમાં મોલ ઓફ એશિયામાં બીજો પ્રિમીયમ એક્સપિરીયન્સ સ્ટોર રજૂ કરતા અમને ખુશી થાય છે. અમે સ્થાનિક ખરીદનારાઓને ખુશ રાખવાનો અને વિશિષ્ટ રીતે રચવામાં આવેલી પ્રોડક્ટનો અનુભવ લે તેવો હેતુ ધરાવીએ છીએ. અમારા તદ્દન નવા સ્ટોરમાં ઉત્પાદકતાના માસ્ટરક્લાસિસ, નાઇટોગ્રાફી અને ફોટો એડીટીંગ સત્રો સહિતના તેના ‘Learn @ Samsung’ પ્રોગ્રામના ભાગરૂપેના વર્કશોપ્સ કે જે વિવિધ જુસ્સા પોઇન્ટને સંતોષે છે તેનુ આયોજન કરીને વિવિધ ગ્રાહક વર્ગને વ્યસ્ત રાખવા માટે સમર્પિત છે. શહેરનું વિશિષ્ટ રિટેલ માર્કેટ અમારા માટે ગ્રાહકો સાથે જોડાવામાં અને યાદગાર પ્રવૃત્તિઓનું સર્જન કરવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે” સુમિત વાલિયા, વાઇસ પ્રેસિડેન્ટ, D2C બિઝનેસ, સેમસંગ ઇન્ડિયા.

 

તદ્દન નવી જ લોન્ચ કરાયેલસ સ્ટોર સ્માર્ટથિંગ્સ, ગેમીંગ ઝોન, ઓડીયો વિઝ્યૂઅલ ઝોન અને સ્માર્ટફોન અને વેરેબલ પસંદગીઓ કે જે તાજેતરમાં લોન્ચ કરાયેલ અગ્રણી સ્માર્ટફોન સિરીઝ જેમ કે Galaxy S24, Galaxy ZFold5 અને Galaxy ZFlip5નું નિદર્શન કરે છે તેની સાથે નેક્સ્ટ-જનરેશન જીવન કરતા મોટો અનુભવ પ્રદાન કરે છે.

 

મોલ ઓફ એશિયા સ્ટોર ખાતે ગ્રાહકોને ફીગીટલ (ફિઝીકલ અને ડિજીટલ ટૂલ મારફતેનું વેચાણ) અનુભવ પણ સેમસંગનના સ્ટોર+ અમર્યાદિત મધ્ય પ્લેટફોર્મ દ્વારા મેળવશે. Store+ સાથે, ગ્રાહકો સેમસંગના પોર્ટફોલિયોમાંની પ્રોડક્ટસના 1,200 વિકલ્પોથી વધુને ચાહે તે ઓનલાઇન હોય કે સ્ટોરમાં હોય તેને ડિજીટલ કિઓસ્ક દ્વારા બ્રાઉઝ કરવા સક્ષમ બનશે. ગ્રાહકો સ્ટોરમાંથી ઓનલાઇન પણ ઓર્ડર કરી શકે છે અને પોતાના ઘરે પ્રોડક્ટની સિધી જ ડિલીવરી લઇ શકે છે.

 

વધુમાં તેઓ સેમસંગના ડિજીટલ ધિરાણ પ્લેટફોર્મ Samsung Finance+ અને સેમસંગના ડિવાઇસ કેર પ્લાનમાં સ્ટોરમાં રહેલા ગેલેક્સી સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ અને સ્માર્ટવોચીઝ માટે ઍક્સેસ કરી શકે છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button