સુરત ક્રિકેટ લીગ 2024માં સુરત સ્ટ્રાઈકર્સ ચેમ્પિયન, પાર્થ ટેક્સ રનર્સ અપ

સુરત ક્રિકેટ લીગ 2024માં સુરત સ્ટ્રાઈકર્સ ચેમ્પિયન, પાર્થ ટેક્સ રનર્સ અપ.
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ અને જીસીએના ઉપક્રમે સુરત પીપલ્સ બેંક પુરસ્કૃત સુરત ક્રિકેટ લિંગ 2024નું સુંદર આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર કરવામાં આવ્યું હતું.
ફાઇનલ મેચ સુરત સ્ટ્રાઇકર્સ અને પાર્થ ટેક્સ વચ્ચે રમાઈ હતી. જેમાં સુરત સ્ટ્રાઈકર્સનો નો 35 રનને વિજય થયો હતો. જેમાં આજે સુરત સ્ટ્રાઈકર્સ સતત બીજી વખત ચેમ્પિયનશિપ મેળવી હતી. ફાઇનલ મેચના અંતે માજી ટેસ્ટ પ્લેયર અને કોમેન્ટ શ્રીમનિન્દર સિંહ, ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈ, જીએસટી કમિશનર શ્રી પંકજ સીંધ, સુરત પીપલ્સ બેંકના ચેરમેનશ્રી અમિત ગજ્જર અને માજી ચેરમેન અને લોકસભાના બીજેપીના ઉમેદવારશ્રી મુકેશ દલાલના વરદ હસ્તે તમામ વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.
1. હાઈએસ્ટ રન સ્કોર : ઉમંગ ટંડેલ (436 રન 9 ઇનિંગ્સ)
2. હાઈએસ્ટ વિકેટ : અરઝાન નગવાસવાલા 17
3. સુપર સિક્સ ઓફ ધ ફાઈનલ : વિશાલ જયસ્વાલ
4. પ્લેયર ઓફ ધ ફાઈનલ : વિશાલ જયસ્વાલ
5. પ્લેયર ઓફ ધ સીરીઝ : ઉમંગ ટંડેલ
6. ચેમ્પિયન : સુરત સ્ટ્રાઇકર્સ (ધવલ શાહ અને વિકી દેસાઈ)
7. રનર્સ અપ : પાર્થ ટેક્સ (પાર્થ ડોંડા અને આલોક વર્ષાણી)
8. દ્વિતીય રનર્સ : મગદલ્લા લાયન્સ (કિશોર,મનીષ,સંજય,સાહિલ,ગૌરાંગ,કેવિન પટેલ)
9. તૃતીય રનર્સ આપ : ગોપિન ડેવલપર્સ (પિયુષ ડાલીયા,નિર્મિત ડાલીયા,કિરીટ દેસાઈ, સુભાષ દેસાઈ)
વિશાળ જનમેદની વચ્ચે રમાયેલ આ ટુર્નામેન્ટમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન તમામ જિલ્લાના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઇનામ વિતરણનો સંભારંભનું સંચાલન ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષ દેસાઈએ કર્યું હતું.
જેમાં મેન્ટ૨ શ્રી કનૈયાભાઈ, ખજાનચી મયંક દેસાઈ ક્રિકેટ કમિટી સભ્યોશ્રી મિતુલ શાહ, દીપ શાહ, સંજય પટેલ તેમજ કારોબારી સભ્ય શ્રીહેમંત જરીવાલા,ગોવિંદ મોદી, કિરીટ દેસાઈ, યતીન દેસાઈ તેમજ અનિલ જુનેજા ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા પાછળ પ્રમુખશ્રી હેમંતભાઈ કોન્ટ્રાક્ટર અને મંત્રી શ્રી હિતેશ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.