ડાંગનાતાપમાનમાંવધ-ઘટથીલોકોની હાલત કફોડી, ત્રણ ડિગ્રી ઘટાડા બાદ ફરી વધારો થયો

ડાંગનાતાપમાનમાંવધ-ઘટથીલોકોની હાલત કફોડી, ત્રણ ડિગ્રી ઘટાડા બાદ ફરી વધારો થયો
ડાંગ જિલ્લાના તાપમાનમાં સતત વધારો થવાને કારણે લોકોએ ગરમીથી તોબા પોકારી ઉઠ્યાછે. જોકે ગુરુવારે ૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને થોડા અંશે ગરમીથી રાહત મળી હતી. પરંતુ શુક્રવારે ફરી ગરમીમાં વધારો થતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટનાં પગલે રોજેરોજ જનજીવન પશુ, ત્રસ્ત સ્વ છે. તે નોંધાતા પ્રવાસીઓ પણ અકળાયા હતા. સાપુતારા સહિત ટેન્ટ રિસોર્ટમાં સહેલાણીઓ બપોરનાં સમયમાં કુલિંગ રૂમમાં જ આરામ કરતા નજરે પડી રહ્યા છે. ડાંગ જિલ્લાનાં વઘઈ, આહવા અને સુબીર ખાતે ૪૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને સાપુતારા ખાતે ૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ત્યારે ગત બુધવાર કરતા
ગુરુવારે તાપમાનમાં ઘટાડો થતાં ડાંગ જિલ્લા વાસીઓએ થોડા અંશે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ફરી શુક્રવારના રોજ તાપમાનમાં વધારો થવા પામ્યો હતો. ત્યારે શામગહાન ખાતે ૩૯ ડીગ્રી સેલ્સિયસ તાપમાન, વઘઈ ખાતે ૪૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન, આહવા
ગત ગુરૂવારે તાપમાન નીચુ જતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી, ફરી પારોં ઉપર ચડતા હાલાકી ઠેરની ઠેર
ખાતે ૪૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન, સુબીર ખાતે ૪૨ ડિગ્રી સેલ્સિયસ તથા સાપુતારા ખાતે ૪૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ. લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળતા રસ્તાઓ પર કરફયુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.