રાજનીતિ
બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓની મતદાન જાગૃતિ સાયકલ રેલી નું આયોજન

બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓની મતદાન જાગૃતિ સાયકલ રેલી લોકસભા ચૂંટણી ૨૦૨૪ મતદાન આડે બે સપ્તાહનો સમય બાકી છે ત્યારે બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની શનિવારે મતદાન જાગૃતિ સાયકલ રેલી યોજાઈ હતી. જેમાં ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓ શાળાના ચેરમેન બી.જી.ભાટિયા, ટ્રસ્ટી પ્રકાશ ભાનુશાલી તથા પ્રિન્સિપાલ કૃપા પરમાર તથા શિક્ષકોએ પણ સાયકલ ચલાવી, બેનરો, પોસ્ટર લહેરાવી મતદારોને મતદાનની અપીલ કરી હતી. લોકશાહીને ધબકતી રાખવા મતદાન અંગેનાં સૂત્રોએ આકર્ષણ જમાવ્યું હતું. બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલથી બીલીમોરા રાજમાર્ગો ઉપર ૧૩ કિલોમીટર સાયકલ રેલી યોજાઈ હતી.