અદાણી ગ્રીન એનર્જીએ તેની મૂડી વ્યવસ્થાપન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું

અદાણી ગ્રીન એનર્જીએ તેની મૂડી વ્યવસ્થાપન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું
લાંબા ગાળાના ધિરાણ સાથે US$1.06 બિલિયનના પ્રથમ બાંધકામ સુવિધાને ફરીથી ધિરાણ આપ્યું.
અમદાવાદ, ૩ માર્ચ, ૨૦૨૫: ભારતની સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા કંપની, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ જાહેરાત કરતા ગર્વ અનુભવે છે કે તેણે તેની મૂડી વ્યવસ્થાપન યાત્રામાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
રાજસ્થાનમાં ભારતના સૌથી મોટા સોલર-વિન્ડ હાઇબ્રિડ રિન્યુએબલ ક્લસ્ટરના વિકાસ માટે 2021 માં લેવામાં આવેલા USD 1.06 બિલિયનની બાકી સાથે કંપનીએ સૌ પ્રથમ તેની બાંધકામ સુવિધાને સફળતાપૂર્વક પુનઃધિરાણ કરી છે. તેની નિર્માણ સુવિધાને ફરીથી ધિરાણ કરવા માટે લાંબા ગાળાના ધિરાણમાં 19 વર્ષની સમયાવધિ સાથે સંપૂર્ણ ઋણમુક્ત દેવાના માળખા અંતર્ગત અસ્ક્યામતોની આવરદાને કંપની અનુસરે છે
આ પ્રગતિ સાથે AGELએ તેના અસ્ક્યામતોના પોર્ટફોલિયો માટેે પોતાના મૂડી વ્યવસ્થાપન કાર્યક્રમ સફળતાપૂૂર્વક સંપ્પન કર્યો છે. આ આયોજન હેઠળ લાંબા ગાળાની સુવિધાઓ સુરક્ષિત કરવા સાથે પોર્ટફોલિયોના રોકડ પ્રવાહના જીવનચક્ર સાથે સંપૂર્ણ રીતે સંલગ્ન છે. આયોજનનું આ માળખું લાંબા ગાળા સાથે મસમોટી રકમ સુરક્ષિત કરીને મૂડીના વિવિધ સેતુની ઉંડાઇથી એકસેસ મારફત નોંધપાત્ર લાભ પૂરા પાડે છે.
આ અભિગમ માત્ર નાણાકીય સ્થિરતામાં વધારો જ નહી પરંતુ તેના વિકાસ તરફના પ્રયાણને ચાલુ રાખવા સાથે તેના હિસ્સેદારોને ટકાઉ મૂલ્ય ઉપલબ્ધ કરાવવાની કંપનીની ક્ષમતાને પણ સુનિશ્ચિત કરે છે.
ઉલ્લેખનીય છે કે પુનઃધિરાણની આ સુવિધાને દેશની ત્રણ રેટિંગ એજન્સીઓ – ICRAએ, ઇંડીયા રેટિંગ્સ અને CareEdge Ratingsએ AA+ સ્થિર રેટિંગ મળ્યું છે.