જીવનનાં ઉત્સાહ ઉન્નતિનાં દ્વાર ખોલી નાંખેઃપદ્મદર્શનજી

જીવનનાં ઉત્સાહ ઉન્નતિનાં દ્વાર ખોલી નાંખેઃપદ્મદર્શનજી
રાજસ્થાનના પાલી જિલ્લા સ્થિત નાણા ગામમાં પંન્યાસપ્રવર પદ્મદર્શન-વિજ્યજી મહારાજ અને મુનિ પ્રીતદર્શનવિજ્યજી મહારાજની પાવન પધરામણી થઈ હતી. “નાણા, દિયાણા, નાંદીયા, જીવિતસ્વામી વાંદીયા.” એ ઉકિત પ્રમાણે આ ત્રણેય તીર્થોમાં જ્યારે પ્રભુ મહાવીરસ્વામી જીવંત હતા ત્યારે તેમના વડીલબંધુ નંદિવર્ધને પોતાના લઘુબંધુ મહાવીર પ્રભુની સ્મૃતિમાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી હતી. આથી જીવિત મહાવીરસ્વામી તરીકે પ્રાચીનકાળથી પ્રભુની પૂજા ભક્તો કરી રહ્યા છે. નાંદીયા તીર્થ ભૂમિ તરીકે જ નહીં પણ ઊર્જાભૂમિ તરીકે પણ સુપ્રસિદ્ધ છે. અહિં જૈનોના ૨૮૦ જેટલા ઘરો છે. પ્રભુની સાલગિરિ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રભુભક્તોનો મેળો જામે છે. જીવિતસ્વામી મહાવીર પ્રભુનું બાવન જિનાલય નયનરમ્ય છે. એમ પૂજ્ય
તેમણે ધર્મસભા સમક્ષ જણાવ્યું હતું કે; જીવનનાં કોઈપણ ક્ષેત્રે ઉલ્લાસ હોવો જોઈએ. ઉત્સાહ તમારા ઉન્નતિનાં દ્રાર ખોલી નાંખે છે. ઉત્સાહ આવતા જ માણસ મોટા પત્થરો
તોડી શકે છે. મોટા-મોટા પર્વતો પણ ઓળંગી શકે છે. ઉત્સાહહીન લોકો પાસે બધું જ હોવા છતાં તે કાંઈ કરી શકતા નથી. પુરુષાર્થ કરવાથી જ
કાર્યસિદ્ધિ થાય છે. મનોરથો સેવવાથી કાંઈ મળતું નથી એ માટે તમારો ઉદ્યમ અને ઉત્સાહ હોવો જોઈએ. સિંહ ગમે તેટલો બળવાન હોય પણ ગુફામાં પડ્યો રહે તો હરણીયાઓ આવીને એના મોઢામાં પડતા નથી. સિંહે પણ શિકાર માટે જવું પડે છે.
સફલતાનો મૂળતંત્ર છે ઉત્સાહ. જેણે ઇલેક્ટ્રીક સીટીની શોધ કરી તે એડિસન સિલ્વાએ પ્રયોગશાળામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. પ્રભુની પ્રપ્તિ કે સદગુરુની શોધમાં ઉલ્લાસ એ મોટો ફેકટર છે. લગે રહો મુન્નાભાઈની જેમ જે કાર્ય કરો તેમાં વળગી રહો. જે મનુષ્યમાં ઉત્સાહ અને ઉમંગ છે તે દેવો દ્રારા પણ પૂજનીય બને છે. આજ સુધી સંસારમાં જેટલા પણ આવિષ્કાર થયા છે તે બધા માત્ર એક સ્વીચ દબાવાથી નથી થયા પણ તેમાં અનેક લોકોની સેંકડો વર્ષની તપસ્યા છે. કોઈના ઉત્સાહને તોડવાનું પાપ કદાપિ કરશો નહી.
પદ્મદર્શનવિજયજી મહારાજે યાત્રિકો રાજસ્થાનના પાલી સ્થિત નાણા ગામમાં પન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી અને મુનિ પ્રીતદર્શનવિજયજીની પાવન પધરામણી