શિક્ષા

*ધો. ૧રનું પરિણામ જાહેર થતા તેજસ્વી તારલાઓને ભાવિ કારકિર્દી ઉજ્જવળ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી*

*ધો. ૧રનું પરિણામ જાહેર થતા તેજસ્વી તારલાઓને ભાવિ કારકિર્દી ઉજ્જવળ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી*

 

*જે વિદ્યાર્થીઓ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીને કાર્યક્ષેત્ર બનાવવા માંગતા હોય તેમના માટે સારા ભવિષ્ય ઘડતરની અઢળક તકો ઉપલબ્ધ છે : ચેમ્બર પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા*

 

*સુરત.* આજે ધોરણ ૧ર સાયન્સ – સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર થયું છે, જેમાં સામાન્ય પ્રવાહનું પરિણામ રેકોર્ડ બ્રેક છે. આ જ કારણ છે કે સુરતમાં તમામ બોર્ડના વિદ્યાર્થીઓ પરિણામ જોઈ આટલી હદે ખુશ થયા કે તેઓ પોતાને ગરબા કરતા રોકી શકયા નહોતા. પરિણામ આવતા જ વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી એટલું જ નહીં ગરબા કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

 

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, ઉપ પ્રમુખ તેમજ પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી વિજય મેવાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી નિખિલ મદ્રાસી અને માનદ્ ખજાનચી શ્રી કિરણ ઠુમ્મર સહિતના ઓફિસ બેરર્સ દ્વારા ધોરણ ૧ર પાસ કરનારા વિદ્યાર્થીઓને જીવનમાં શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા તેમજ ભાવિ ઘડતરને ઉજ્જવળ બનાવવા માટે શુભકામના પાઠવવામાં આવી હતી.

 

ચેમ્બર પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીને કાર્યક્ષેત્ર બનાવવા માંગતા હોય તેમના માટે સારા ભવિષ્ય ઘડતરની અઢળક તકો ઉપલબ્ધ છે. ભારતની ઇકોનોમી સમગ્ર વિશ્વમાં અગ્રેસર બનવા જઇ રહી છે, જેના માટે સ્કીલફુલ થઇ સારી કારકિર્દી બનાવી શકે તે માટે ધંધા – વ્યવસાયની ઉજ્જવળ તકોનો લાભ લેવા પ્રમુખશ્રીએ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.

 

ચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ બેરર્સે જણાવ્યું હતું કે, આ વખતે વિદ્યાર્થીઓને આશા હતી કે પરિણામ સારું આવશે. સારું પરિણામ જોઈને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, શાળા સંચાલકોએ અને વાલીઓએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧રનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button