સ્પોર્ટ્સ
વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ, અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ

વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ, અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ
સેન્ટ વિસેન્ટ: અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 149 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમ 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 21 રનથી મેચ હારી ગઈ હતી. ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને કોઈપણ ફોર્મેટમાં હરાવ્યું હોય.