રાજનીતિ

જય ભવાની, ભાજપ જવાની / રૂપાલામાં વિરોધમાં સંકલન સમિતિના અભિયાનની પાર્ટ-2ની જાહેરાત, રાજ્યના દરેક ગામડે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાંકલ

પરશોત્તમ રૂપાલા વિવાદમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના રતનપરમાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ક્ષત્રિય સંકલન સમિતિએ પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા માટે આજે 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટ આપ્યું હતું. આજે આમ ન થતા ક્ષત્રિય સંકલન સમિતિએ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં અભિયાનના પાર્ટ-2ની જાહેરાત કરી દીધી છે

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે આજે ‘જય ભવાની, ભાજપ જવાની’ના નારા સાથે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી. સંકલન સમિતિની આ બેઠકમાં 112થી વધુ સંસ્થાઓ જોડાઈ હતી તેમજ 25થી વધુ જિલ્લાના આગેવાનો આવ્યા હતા.

આ બેઠકમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં અભિયાનના પાર્ટ-2ની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ રાજ્યની તમામ 26 બેઠકો પર ક્ષત્રિયોને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની હાંકલ કરવામાં આવી છે.

26 લોકસભા સીટ ઉપર ભાજપ નો જાહેર મા વિરોધ જાહેર કરી & વિરૂદ્ધ મા સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવુ. (દુશ્મન નો દુશ્મન આપણો દોસ્ત ની નીતિ અપનાવી)

ગુજરાત ના ગામડે ગામડે સભાઓ (કાર્યક્રમ) આયોજિત કરીને ભાજપ વિરૂદ્ધ મા મતદાન કરાવવા સર્વ સમાજ ને આહવાન કરવું.

ભાજપના જાહેર સભાઓમાં કાળા વાવટાની જગ્યાએ હવેથી ભગવા (કેસરિયો) ઝંડાથી વિરોધ કરવો.

મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસનો ક્રમિક પ્રતિક ઉપવાસ ઉપર બેસવું.

દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થા (કમિટી) દ્વારા શિસ્ત અને સંયમથી ભાજપ વિરૂદ્ધ મતદાન માટે કાર્યક્રમ આપવા.

ગુજરાતના 5 ઝોનમાં 22 એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મરથ કાઢી ગામડે ગામડે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકોને જાગૃત કરવા.

દરેક ગામડા / શહેરમાં બુથ આયોજન કરીને ભાજપ વિરૂદ્ધમાં વધારે મતદાન કરાવવું.

7 મે મતદાન દિવસ સુધી ક્ષત્રિય સમાજના લાખો લોકોની ઊર્જા અને ઉત્સાહ ચેતનમંય રહે એ માટે ભાજપ વિરૂદ્ધમાં સતત કાર્યક્રમો આપતા રહેવા.

માત્ર ગુજરાત નહિ પણ સમગ્ર ભારતના રાજ્યો સુધી આ આંદોલન પહોચાડવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button