નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
અરજદારોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી તેના ત્વરિત નિરાકરણ માટે અધિકારીશ્રીઓને સૂચનો આપતા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા
રાજપીપલા :- નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કલેક્ટરશ્રી તેવતિયાએ નાગરિકોના પ્રશ્નોને સાંભળીને ઉપસ્થિત અધિકારીશ્રીઓને કેટલાંક રચનાત્મક સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા અંગે તાકિદ કરી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા જમીન, જમીન વધ-ઘટ તથા ક્ષેત્રફળ સુધારામાં પુન:ચકાસણી અને રસ્તાઓના દબાણ દૂર કરીને રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.કે.ઉંધાડ સહિત સંબંધિત વિભાગના જિલ્લા-તાલુકાના અધિકારીશ્રીઓ અને અરજદારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.