ગુજરાત

કેન્દ્રીય વિદ્યાલય-હજીરા ખાતે વિજ્ઞાનના શિક્ષકો માટે ‘ક્ષમતા આધારિત શિક્ષણ’ વિષય પર પાંચ દિવસીય વર્કશોપ

કેન્દ્રીય વિદ્યાલય-હજીરા ખાતે વિજ્ઞાનના શિક્ષકો માટે ‘ક્ષમતા આધારિત શિક્ષણ’ વિષય પર પાંચ દિવસીય વર્કશોપ

 

કેન્દ્રીય વિદ્યાલય-હજીરા ખાતે વિજ્ઞાનના શિક્ષકો માટે ‘ક્ષમતા આધારિત શિક્ષણ’ વિષય પર પાંચ દિવસીય વર્કશોપનું આયોજન કરાયું છે.   આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, ૧૮ જુલાઇ સુધી ચાલનારો આ વર્કશોપ ખાસ કરીને અમદાવાદ કેન્દ્રીય વિદ્યાલયોના TGT વિજ્ઞાન શિક્ષકો માટે યોજાઈ રહ્યો છે. જેનો હેતુ ક્ષમતા આધારિત શિક્ષણ તકનીકો દ્વારા તેમની વર્ગખંડ અભ્યાસ પદ્ધતિઓને મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમ શ્રી અરવિંદો સોસાયટી દ્વારા અનુભવી શિક્ષકોના સહયોગથી વ્યવહારુ વ્યૂહરચનાઓ અમલી બનાવી શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવા માટે યોજવામાં આવ્યો છે.

આ પ્રસંગે પ્રશિક્ષકો શ્રીમતી પીયુ ચૌધરી શોમ અને શ્રીમતી શુભાંગી મિગલાની સહિત સહભાગી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button