અગ્રવાલ પ્રીમિયમ લીગ-16ની ભવ્ય શરૂઆત

અગ્રવાલ પ્રીમિયમ લીગ-16ની ભવ્ય શરૂઆત
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત ક્રિકેટ લીગ અગ્રવાલ પ્રીમિયમ લીગ-16નો શુક્રવારે ભવ્ય પ્રારંભ થયો હતો. અલથાણના બી.જે.પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત લીગના પ્રારંભ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા તમામ ટીમોની પરેડ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
“જલ સંચય” થીમ પર ટેનિસ બોલથી રમાતી લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારોહમાં ટ્રસ્ટ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગની સાચી અને યોગ્ય પદ્ધતિ દરેકને સમજાવવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં 12 મુખ્ય ટીમો અને 3 અન્ડર-16 ટીમો ભાગ લેશે. લીગની ફાઇનલ મેચ રવિવારે રમાશે. લીગના લોન્ચિંગ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ પ્રમોદ પોદ્દાર, સંજય સરાવગી, અનિલ શોરેવાલા, શશિભૂષણ જૈન, રમેશ અગ્રવાલ, પ્રમોદ કંસલ, દિનેશ અગ્રવાલ અને અન્ય ઘણા સભ્યો હાજર રહ્યા હતા.