ટ્રેનમાં મુસાફરોના મોબાઈલ તફડાવતો રીઢો ચોર ઝડપાયો

ટ્રેનમાં મુસાફરોના મોબાઈલ તફડાવતો રીઢો ચોર ઝડપાયો
સઈદïખાન પઠાણ પાસેથી ૭ મોબાઈલ ફોન જપ્ત કરાયા
ટ્રેનમાં તસ્કરો દ્વારા મુસાફરોની ગીર્દીનો લાભ લઈને ચોરી કરવાના અવારનવાર બનાવો બનતા હોય છે. ત્યારે સુરત પોલીસે રેલવે ટ્રેનમાં મુસાફરી કરતાં પેસેન્જરોની ગીર્દીના તકનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા ચોર ઈસમ પાસેથી ૮૯ હજારના મત્તાના ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર અવધ એક્સપ્રેસ ટ્રેનના વચ્ચેના રિઝર્વેશન કોચમાંથી શંકાસ્પદ હાલતમાં એક ઈસમ દેખાયો હતો. જેથી રેલવે પોલીસે તેની પૂછપરછ કરતાં તેનું નામ સઈદખાન શરીફખાન ઉર્ફે સહરીખાન પઠાણ (ઉ.વ.આ.૨૯) રહે સુરતની અંગ ઝડતીમાંથી ૭ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં.
૮૯ હજારની અંદાજિત કિંમતના ફોન સાથે આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ પૂછપરછ કરી હતી. જેમાં તેણે અલગ અલગ ટ્રેનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી લઈને કુલ બે ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.