ક્રાઇમ
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસ: આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર ફેંકી, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરતમાં ધામા, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ દોડી આવ્યા

મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરી આરોપીઓ સુરત આવ્યા હોવાની માહિતી મળતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં ધામા નાખ્યા છે. આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર નાખી હોવાથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ દોડી આવ્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
તાપી નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ
મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ સુરત આવ્યા હતા અને રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી. જેની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી છે. આરોપીઓએ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય છે. અલગ અલગ ટીમો દ્વારા તાપી નદીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.