શિક્ષા
“ગરીબ બાળકો સાથે જન્મ દિવસ ઉજવી કરી એક નવી પહેલ.”

Surat News: અખીલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી અને નાલંદા એજ્યુકેશન કેમ્પસના ચેરમેન મનુભાઈ ચાવડા નો આજરોજ 63 મો જન્મદિવસ નાલંદા વિદ્યાલય પુણાગામ ખાતે આ વિસ્તારના ગરીબ ઓ.બી.સી – એસ.સી. – એસ. ટી. સમાજના બાળકો સાથે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના સામાજિક આગેવાનો તેમજ કોળી સમાજના સૌ વડીલો, આગેવાનો અને યુવાનો હાજર રહી મનુભાઈને દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ગરીબ બાળકોને નોટબુક વિતરણ ની સાથે સાથે ભોજન કરાવી મનુભાઈ એ પોતાના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોળી સમાજના સર્વશ્રેષ્ઠ એંકર અશોકભાઈ ભાલીયા દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમનું સંકલન શ્રી દિવ્યેશભાઈ ચાવડા અને શિવ મિશ્રા દ્વારા કરવામાં આવેલ.