ધર્મ દર્શન

વરાછા વિસ્તારની અંદર પણ તારદેવી માતાના મંદિરને ડેમોલિશન કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે જેથી તમામ સ્થાનિક દેવીપુજક સમાજ એકત્રિત થઈને તેનો વિરોધ નોંધાવી રહ્યા છે.

સુરત શહેરમાં વિવિધ ઝોન ની અંદર ડેવલપમેન્ટના કામમાં નડતરરૂપ થતા ધાર્મિક સ્થળોને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે લગભગ તમામ ઝોનની અંદર આ કાર્યવાહી આગામી દિવસોમાં થનાર છે ત્યારે મંદિરો અને ધાર્મિક સ્થળોનું ડિમોલિશનનો નિર્ણયને લઈને હવે અલગ અલગ જગ્યા ઉપર વિરોધ નોંધાવવાનો શરૂ થઈ ગયો છે. વરાછા વિસ્તારની અંદર પણ તારદેવી માતાના મંદિરને ડેમોલિશન કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે જેથી તમામ સ્થાનિક દેવીપુજક સમાજ એકત્રિત થઈને તેનો વિરોધ નોંધાવી રહ્યા છે.

 

સાત દિવસમાં મંદિર દૂર કરવા નોટિસ

 

નાના વરાછા વિસ્તારમાં આવેલા શક્તિ વિજય સોસાયટીમાં તાડ માતા મંદિર તોડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 40 વર્ષ જૂનો તાર દેવી માતાજીનું મંદિર મેટ્રો લાઈનમાં આવી રહ્યું હોવાને કારણે તે નડતરરૂપ હોવાનું જણાય આવ્યો છે જેને લઈને સરથાણા ઝોન દ્વારા મંદિરને દૂર કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે સાત દિવસમાં મંદિર દૂર કરવા માટેની નોટિસ ફટકારતાની સાથે જ દેવીપુજક સમાજ ની અંદર ભારે રોજ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં તારદેવી મંદિર ખાતે એકત્રિત થઈને સમાજના અગ્રણીઓ દ્વારા આ મંદિર નહીં તોડવા માટે આવતીકાલે રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ગાંધીજીના માર્ગે પણ આંદોલન કરવાની તૈયારી બતાવવામાં આવી છે.

 

અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે તો આંદોલન

 

દેવીપુજક સમાજના અગ્રણી જીગર ઝાડપિયાએ જણાવ્યું કે નાના વરાછા વિસ્તારનું તાડ માતા મંદિર અમારા આસ્થાનું કેન્દ્ર છે દેવીપુજક સમાજ આ મંદિરમાં અમારા વડલાઓથી ભુજનીય સ્થાન રહ્યું છે સરથાણા ઝોન દ્વારા આ મંદિરને દૂર કરવા માટે સાત દિવસ ની નોટિસ આપવામાં આવી છે અમે આજ દિન સુધી ક્યારેય પણ અનામત માગ્યું નથી કે સરકાર પાસે કોઈ એવી માંગણી કરી નથી પરંતુ આજે જ્યારે અમારા સ્થાનના કેન્દ્ર ઉપર વાત આવી છે ત્યારે અમે આવતીકાલે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા જવાના છે પરંતુ જો અમારી વાત માનવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરત શહેરની અંદર ઐતિહાસિક વિશાળ રેલી નું આયોજન કરીશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button