રાજનીતિ

‘વોટ ચોર ગાદી છોડ’ વિષય લઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાંમાં આવી

‘વોટ ચોર ગાદી છોડ’ વિષય લઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાંમાં આવી

જિલ્લામાં તારીખ 03/10/2025 થી 10/10/2025 સુધી ‘વોટ ચોરી ગાદી છોડ’ને ઝુંબેશ ચલાવવામાં આવશે

‘વોટ ચોરી’ એ લોકશાહીને તોડવા માટે ભાજપ કામ કરે છે- ગુલાબસિંહ રાજપુત

વોટ ચોર -ગાદી છોડ’ સહી ઝુંબેશ અભિયાન અંતગર્ત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા જિલ્લામાં ૨૬૦૦ કરતા વધારે બુથો ઉપર જઈને તારીખ 03/10/2025 થી 10/10/2025 સુધી સહીઓ કરાવવામાં આવશે અને વોટ ચોરીને ઉજાગર કરવામાં આવશે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ આ ઝુંબેશ તારીખ 03/10/2025 થી 10/10/2025 સુધી ચાલશે તેવું બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું હતું. ભાજપ છેલ્લા ઘણા સમયથી દેશમાં અને અન્ય રાજ્યોમાં ‘વોટ ચોરી’ કરીને સત્તા મેળવી રહી છે અને તે લોકશાહી સામે સૌથી મોટો ખતરો છે. ‘વોટ ચોરી’ કરીને સતત જીત મેળવી રહેલી ભાજપ સરકાર દેશને ગુલામ બનાવી રહી છે અને દેશના નાગરિકોનો વોટ અધિકાર છીનવી રહી છે. તેવા આરોપ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે પાલનપુર ખાતે ‘વોટ ચોરી’ના વિષયને લઈને પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
તેઓએ વધુમાં કહ્યું હતું કે ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં તથા ભાજપ સરકાર કેન્દ્રમાં સત્તામાં છે, પણ હવે ખબર પડી કે તેઓ તો વોટ ચોરી કરીને સત્તા હાંસલ કરી રહ્યા છે અને ભારતીય લોકશાહી તોડી રહ્યા છે. જો આવનાર સમયમાં આવી રીતે ભાજપ વોટ ચોરી કરીને સત્તા મેળવતી રહી તો દેશની લોકશાહીનું પતન થઈ જશે એવું જણાવ્યું હતું. બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૬૦૦ કરતા વધારે બુથો ઉપર જઈને તારીખ 03/10/2025 થી 10/10/2025 સુધી સહીઓ કરાવવામાં આવશે અને વોટ ચોરીને ઉજાગર કરવામાં આવશે સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ આ ઝુંબેશ તારીખ 03/10/2025 થી 10/10/2025 સુધી ચાલશે અને શહેર અને ગામડે ગામડે જઈને વોટ ચોરીને ઉજાગાર કરવામાં આવશે
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે વધુમાં જણાવ્યું હતું કે સરહદી વિસ્તાર વાવ,સુઈગામ, થરાદ માં અતિવૃષ્ટિ થયા ને 25 દિવસ જેટલો સમય થયો હોવા છંતા સરકાર દ્રારા સહાયની જાહેરાત કરવામાં આવી નથી જો આગામી સમયમાં તાત્કાલિક ધોરણે સહાયની જાહેરાત નહી કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્રારા ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવી ચમકી આપી હતી. આ પ્રસંગે બનાસકાંઠા બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button