ક્રાઇમ
શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના ગ્રુપમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ

સુરત : સુરત ઇન્કમટેક્ષ DDI વિંગ દ્વારા આજે વહેલી સવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
સુરાના ગ્રુપ ઉપરાંત રીંગરોડના યાર્ન મર્ચન્ટ તેમજ હાલમાં જનીનના ધંધા સાથે જોડાયેલા ગ્રુપમાં પણ વિંગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યાં છે કુલ ચાર જેટલાં ધંધાર્થીઓના ડઝન કરતા વધુ સ્થળો જેમાં ઓફિસ અને ઘર સમાવિષ્ટ છે ત્યાં કામગીરી હાથ ધરાઈ રહી છે.
ઘણાં લાંબા સમયના અંતરાલ બાદ ઇનકમટેક્ષ વિભાગે કાર્યવાહી કરતા શહેરના અન્ય બિલ્ડર અને ઉદ્યોગપતિ જૂથમાં પણ ફફડાટ ફેલાયો બજાર ખુલતાં જ શહેરના વેપારી તેમજ બિલ્ડર આલમમાં દરોડાની કાર્યવાહી ચર્ચાના સ્થાને દિવાળી બાદ સફાળા જાગેલા ઇનકમટેક્ષના દરોડામાં મોટાપાયે કરચોરી મળે એવી શક્યતા.