વઘઈમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે રંગોળી સ્પર્ધા યોજાઈ

સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા
વઘઈમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે રંગોળી સ્પર્ધા યોજાઈ
ar
ડાંગ જિલ્લામાં તારીખ ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે મતદાન પ્રક્રિયામાં જન-જનની ભાગીદારી સુનિશ્ચિત કરવા અને મતદારોમાં જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં યોજાઈ રહેલી વિવિધ જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનો આશય વિદ્યાર્થીઓના માધ્યમથી વાલીઓ અને ગ્રામજનોને મતદાનના મહત્વ વિશે સમજાવવાનો છે. આ અભિયાનના ભાગરૂપે સોમવારના રોજ આચાર્ય શ્રી કેતન ગવળીના માર્ગદર્શન હેઠળ સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વઘઈમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃૃતિ માટે યોજાયેલ રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મુખ્યત્વે મતદાનનો અધિકાર, મતદાન જાગૃતિ, મતદાનનું મહત્વ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.



