ધર્મ દર્શન

સાધલી જૈન દેરાસર ખાતે સાલગીરી પ્રસંગે ધ્વજારોહણ વિધિ યોજાઈ.

સાધલી જૈન દેરાસર ખાતે સાલગીરી પ્રસંગે ધ્વજારોહણ વિધિ યોજાઈ.
સાધલી ગામે શ્રી કુંથુનાથસ્વામી જિનાલયે શ્રી સુમનદીપ પરિવાર દ્વારા ધ્વજારોહણ સાલગીરી પ્રસંગ હર્ષોલ્લાસ પૂર્વક ઉજવાયો.
શિનોર તાલુકાના સાધલી મુકામે જૈન પરિવાર આંગળીના વેઢે ગણાય તેટલા કુટુંબો છે ,પરંતુ તમામ જૈનોના પ્રસંગ રંગે ચંગે ઉજવવામાં આવે છે. આજરોજ તારીખ 5 એપ્રિલ 2026, સંવત 2082 ના ચૈત્ર વદ ત્રણ ને રવિવારે શ્રી કુંથુનાથસ્વામી જિનાલયે ધ્વજારોહણ સાલગીરી પોગ્રામ, કાર્યક્રમના સમગ્ર લાભ, કાયમી ધ્વજારોહણ તથા કાયમી નવકારશીના લાભાર્થી શેઠ શ્રી મનસુખભાઈ કાનજીભાઈ શાહ શ્રી સુમનદીપ પરિવાર દ્વારા સંપૂર્ણ ધાર્મિક વિધિ વિધાન મુજબ ધ્વજારોહણનો મંગલ કાર્યક્રમ યોજાયો હતો. વિધિ વિધાન માટે બોડેલી થી ભરતભાઈ પધાર્યા હતા. સવારે પરમાત્માની પક્ષાલ આદિ પૂજા ત્યારબાદ મહેમાનો માટે નવકારસિંહ 17 ભેદી પૂજા અને 9:15 કલાકે શેઠ મનસુખભાઈ શાહ પરિવાર દ્વારા બંને સંઘ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમૂહ નવકારસસી નો લાભ બંને સંઘ શ્રી સ્થાનકવાસી જૈન તથા નિમંત્રક શ્રી સાધલી શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ના પરિવારો સહિત જૈનેતર ભાઈ-બહેનોએ લીધો હતો. આ પ્રસંગે બંને સંઘ પરિવાર ના જૈનો એ સપરિવાર હાજર રહી જીનશાસનની તથા શ્રી સંઘની શોભા વધારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button