લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ‘નશામુક્ત ભારત અભિયાન’ હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો

લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ‘નશામુક્ત ભારત અભિયાન’ હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો
કેદીઓને નશામુક્તિનાં પાઠ ભણાવ્યા: તેમના હક્ક અને અધિકાર વિષે માર્ગદર્શન આપ્યું
સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ‘નશામુક્ત ભારત અભિયાન’ હેઠળ વ્સયસન મુક્તિ કાર્યકમ યોજાયો હતો. સુરત જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષશ્રી આર.એ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સચિવ અને એડી. સિનિયર સિવિલ ન્યાયાધીશશ્રી ડી.આર.જોષી દ્વારા નશા અંગે, એન.ડી.પી.એસના ગુન્હાઓ બાબતે કેદીઓના હકક અને અધિકાર વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ પી.એલ.વી પ્રદિપ શિરસાઠ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યોજનાઓ/પ્રવૃતિઓ વિશે અને આલ્કોહોનિક્સ એનોનીમસ સંસ્થાના ઉલ્હાસભાઈ માળી, મહેન્દ્રભાઈ ટ્રેલર,અનિલભાઈ સાહુ, સચિનભાઈ સિતોલે દ્વારા કેદીઓને વ્યસનથી દુર રાખવા અને તેમના જીવન ધોરણ સુધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં લાજપોર સેન્ટ્રલ જેલના સિનિયર જેલરશ્રી બી.પી.રબારી સાહેબ, જેલરશ્રી એલ.જે.ઝાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.



