વ્યાપાર

અદાણી ટોટલ ગેસના નાણા વર્ષ-25ના નવ માસિક અને ત્રીજા ત્રિમાસિક પરિણામો

અદાણી ટોટલ ગેસના નાણા વર્ષ-25ના નવ માસિક અને ત્રીજા ત્રિમાસિક પરિણામો

વાર્ષિક ધોરણે આ સમયગાળામાં વોલ્યુમ 15% ઉંચુ:CNG માળખું વધીને 605 સ્ટેશન: આવાસોમાં PNG જોડાણો વધીને 9.22 લાખ:226 શહેરોમાં EV ચાર્જીંગ પોઇન્ટનો વ્યાપ 1914 થયો: આ સમયગાળામાં વાર્ષિક ધોરણે EBITDA 6% ઉંચો રહી રુ.893 કરોડ

 

અમદાવાદ, 27 જાન્યુઆરી 2025: ભારતની અગ્રણી એનર્જી ટ્રાન્ઝિશન કંપની અદાણી ટોટલ ગેસ (ATGL)એ વ્યાપક માળખાકીય વિકાસની ગતિિવિધી જારી રાખીને ભારતના એનર્જી લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવા તરફના તેના પ્રયાણ તરફ આગળ વધી રહી છે. તેની પ્રતીતી ATGLએ નાણાકીય વર્ષ-25ના ત્રીજા ત્રિમાસિક અને 31મી ડિસેમ્બર2024ના પૂરા થયેલા નવ માસના તેના કામકાજ, માળખાકીય અને નાણાકીય પ્રદર્શનના આજે જાહેર કરેલા પરિણામોમાં જોવા મળી છે.

“ATGLના એક્ઝિકયુટીવ ડાયરેકટર અને સી.ઇ.ઓ. શ્રી સુરેશ પી. મંગલાણીએ જણાવ્યું હતું કે કંપનીએ ગ્રાહકલક્ષી અભિગમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તેના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 15%ના નોંધપાત્ર વધારા સાથે કામકાજનું મજબૂત પ્રદર્શન દર્શાવીને તેની વૃદ્ધિનો માર્ગ જાળવી રાખ્યો છે. એપીએમ ગેસ ફાળવણીમાં ઘટાડો થયો હોવા છતાં ATGLની ટીમે વૈકલ્પિક ઉપાયો મારફત ગેસના વધારાના પુરવઠાની વ્યવસ્થા કરીને વિશાળ ગ્રાહક વર્ગ માટે સીએનજીનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કર્યો હતો. અંતિમ ગ્રાહકો અને અન્ય હિસ્સેદારોની કંપનીની નફાકારકતા સહિતના પરવડે તેવી અંતિમ કિંમતોને કેલિબ્રેટ કરવાની અમારી ચાવીરુપ ભૂમિકાના કારણે સંતુલન જળવાઇ રહ્યું છે, જે વાર્ષિક ધોરણે ઉક્ત સમયગાળા માટે વોલ્યુમમાં 15% અને 6% EBIDTA વૃદ્ધિથી સ્પષ્ટ થાય છે. મંગલાણીએ કહ્યું હતું કે અમારા 34 ભૌગોલિક ક્ષેત્રોમાં પી.એન.જી. અને સી.એન.જી.માટેના માળખાના વિકાસને વધુ વેગ આપવા માટે અમે પ્રયત્નશીલ છીએ, જેમાં તાજેતરમાં ઉમેરવામાં આવેલા પંજાબના જલંધર ભૌગોલિક ક્ષેત્રનો સમાવેશ થાય છે.

28 નવા સ્ટેશનોના ઉમેરા સાથે સીએનજી સ્ટેશનો વધીને 605 થયા છે. નવા 28,677 PNG જોડાણના ઉમેરા સાથે ૯.૨૨ લાખથી વધુ આવાસો PNGથી જોડાયા છે. બહુવિધ ભૌગોલિક વિસ્તારો (GAs)માં CNG નેટવર્કના વિસ્તરણને કારણે CNG વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 19% નો વધારો થયો છે. નવા PNG જોડાણના ઉમેરા સાથે વાર્ષિક ધોરણે PNG વોલ્યુમમાં 8% નો વધારો થયો છે. વાર્ષિક ધોરણે સમગ્રતયા વોલ્યુમમાં 15% નો વધારો થયો છે. વધુ વોલ્યુમના કારણે કામગીરીમાંથી આવકમાં 12%નો વધારો થયો છે ઊંચા જથ્થા ઉપરાંત શિયાળાને કારણે CNG સેગમેન્ટમાં APM ગેસની ઓછી ફાળવણી અને R-LNGના ઊંચા ભાવ સાથે નેચરલ ગેસની કિંમતમાં 20%નો વધારો થયો છે.ત્રિમાસી દરમિયાન CNG સેગમેન્ટ માટે APM ફાળવણી 47% હતી, બાકીની ન્યૂ વેલ ગેસ, હાલના કરારો અને સ્પોટ પ્રોક્યોરમેન્ટ થકી મળી હતી.

ATGL એ વોલ્યુમ વૃદ્ધિને અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ઊંચી ગેસ કિંમત માટે સંતુલિત અભિગમ અપનાવ્યો હતો. પરંતુ APM ગેસને અન્ય સ્ત્રોતો સાથે બદલવાને કારણે ગેસની કિંમત વધતા ત્રિમાસિક નફાકારકતાને અસર કરી છે. ગેસના ઊંચા ખર્ચને કારણે EBITDA પર પ્રતિકૂળ અસર થઈ હતી. વાર્ષિક ધોરણે ત્રિમાસિક EBIDTA 10% ઘટીને રુ.272 કરોડ રહ્યો હતો. એસેટ બેઝના વિસ્તરણને કારણે વધેલા અવમૂલ્યનને કારણે કર અગાઉનો નફો અને કર બાદના નફામાં 17% ઘટાડો થયો છે. ઔદ્યોગિક અને વાણિજ્યક જોડાણમાં ૧૬૭ નવા ગ્રાહકોના વધારો થતા આ સંખ્યા કુલ 8,913 થઇ છે. કુલ 13,082 ઇંચ કિ.મી. સ્ટીલ પાઇપલાઇનનું નેટવર્ક પૂર્ણ થયું છે. એમએમએસસીએમનું સંયુક્ત સીએનજી અને પીએનજીના સંયુક્ત વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 15% વધારો થતાં 257 MMSCM થયું છે. ATGL માટે સીએનજી (ટી) સેગમેન્ટ માટે એપીએમ ગેસની ફાળવણી 16 ઓક્ટોબર 2024 થી 63% થી ઘટાડીને 51% કરવામાં આવી હતી, અને ત્યારબાદ 16 મી નવેમ્બર 2024 થી વધુ 51% થી 37% થી 37% થઈ હતી.

તાજેતરમાં, 16 મી જાન્યુઆરી 2025થી સીએનજી (ટી) માટે કુદરતી ગેસની એપીએમ ફાળવણી 37% થી વધીને 51% થઈ છે.જેની આગામી ક્વાર્ટરમાં સકારાત્મક અસર પડશે. 914 ઇવી ચાર્જિંગ પોઇન્ટ્સ પહેલાથી જ 22 રાજ્યોના 226 શહેરો અને 4 કેન્દ્ર શાષિત પ્રદેશોમાં શરૂ કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ચાર્જ પોઇન્ટ પ્રગતિના વિવિધ તબક્કે છે. ભારતમાં 20 એરપોર્ટ ખાતે અમારા ચાર્જ પોઇન્ટની સેવા હવે ઉપ્તલબ્ધ છે. નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે કામકાજમાંથી આવક 12%, વધી રુ.1,397 કરોડ થઇ છે. આ સમયગાળામાં EBITDA રુ.272 કરોડ રહ્યો છે. કર બાદનો નફો (PAT) રુ. 143 કરોડ થયો છે. ઉકત સમયગાળામાં કર બાદનો એકીકૃત નફો રુ.142 કરોડ મેળવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના નવ માસમાં કામકાજમાંથી આવક 11%, વધીને રુ. 3950 કરોડે પહોંચી છે. જ્યારે EBITDA 6% વધીને રુ.893 કરોડ રહ્યો છે. આ ગાળામાં કર બાદના નફા(PAT)માં 2%નો વધાર સાથે રુ.499 કરોડે પહોંચ્યો છે. ઉકત સમય ગાળામાં કર બાદનો એકીકૃત નફો રુ.500 કરોડ પ્રાપ્ત થયો છે.

ગ્રાહકોની સુખ સુવિધા માટે પહેલાથી જ અદ્યતન ડિજિટલ ચેનલ પૂૂરી પાડવા ઉપરાંત હવે ATGL એ તેના ગ્રાહકોને તેમના ઘરઆંગણે સુખદ અનુભૂતિ પ્રદાન કરવા માટે ડોરસ્ટેપ કસ્ટમર ડિલાઇટ પ્રોગ્રામ શરૂ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button