માંગરોળ તાલુકાના નાની પારડી, સિમોદરા અને લીંબાડા ગામેથી કુલ ૪૪ પૂર અસરગ્રસ્ત લોકોને SDRF દ્વારા રેસ્ક્યુ કરાયા
માંગરોળ તાલુકાના નાની પારડી, સિમોદરા અને લીંબાડા ગામેથી કુલ ૪૪ પૂર અસરગ્રસ્ત લોકોને SDRF દ્વારા રેસ્ક્યુ કરાયા
ભારે વરસાદથી માંગરોળ તાલુકાના નાની પારડી, સિમોદરા અને લીંબાડા ગામેથી કુલ ૪૪ પૂર અસરગ્રસ્ત લોકોને SDRF દ્વારા રેસ્ક્યુ કરાયા છે. ભૂખી નદીમાં આવેલા પૂરના કારણે નાની પારડી ગામે સોમેશ્વર મંદિર પાસેથી ૨ વ્યક્તિ તેમજ કીમ નદીમાં આવેલા પૂરના કારણે સિમોદરા ગામે હરિજનવાસમાંથી ૧૯ અને લીંબાડાના ભાઠા ફળિયાથી ૨૩ મળી કુલ ૪૪ પૂર અસરગ્રસ્ત લોકોને SDRF દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરાયા હતા. ગત રોજ રાત્રિના ૨ થી સવારના ૧૦ વાગ્યા દરમિયાન ૮ કલાકમાં માંગરોળ તાલુકા તથા ઉપરવાસમાં પડેલા ૮ ઇંચ ના દેમાર વરસાદના કારણે ભૂખી તથા કીમ નદીનું જળસ્તર વધવાના કારણે માંડવી તથા વાવની SDRF ટીમોની મદદ લઈ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.