સુરતના વાવ સ્થિત SRPF પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બે દિવસીયન યોગ શિબિર યોજાઈ
સુરત:રવિવાર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે સુરતના વાવ સ્થિત SRPF પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બે દિવસીય યોગ શિબિર યોજાઈ હતી. યોગ શિબિરમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ અભ્યાસ કર્યો હતો.
આ અવસરે મુખ્ય મહેમાન ડીવાયએસપી શૈલેષભાઇ આચાર્ય, ડીવાયએસપી અનિલ પટેલ સર, ચૌધરી સર, ડો.બલદેવભાઈ તેમજ બ્રહ્માકુમારી કાજલ દીદી પ્રરેક ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અધ્યક્ષતામાં જિલ્લા યોગ કો.ઓર્ડીનેટર નવનીતભાઈ શેલડીયા, કામરેજ તાલુકાના સિનિયર યોગ કોચ શિલ્પાબેન શેલડીયા, બારડોલી યોગકોચ હિનાબેન ચાવડા, કડોદરા નગરપાલિકા યોગ કોચ હિરલબેન દવે તથા સર્વ યોગ કોચના ટ્રેનરોએ ઉત્સાહપૂર્વક યોગાઅભ્યાસ કર્યો હતો
સુરત જિલ્લા યોગ કો.ઓર્ડીનેટર નવનીતભાઈએ પ્રથમ યોગીક પ્રાર્થના સૂક્ષ્મ ક્રિયાઓ પછી હળવી કસરત ત્યારબાદ સૂર્ય નમસ્કાર આસન અને પ્રાણાયામ અને શાંતિ પાઠ કરવામાં આવ્યો હતો.