સ્પોર્ટ્સ
ઓલપાડ ગામે ઐતિહાસિક હનુમાન મંદિર ખાતે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ

સુરત:બુધવાર:- કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળના નેહરુ યુવા કેન્દ્ર -સુરત અને વહીવટી વિભાગ- ઓલપાડના સંયુક્ત ઉપક્રમે કપાસી ગામના સ્વયં પ્રગટ હનુમાન મંદિર ખાતે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે યોગ શિબિર યોજાઈ હતી.
હનુમાન મંદિરએ એક એવું ઐતિહાસિક સ્થળ છે, જ્યાં યોગ કરીને લોકોએ એક અલગ જ ઊર્જા અનુભવી હતી.
યોગ તાલીમના કોચ કિશનભાઇ પટેલે અહીં યોગનું મહત્વ સમજાવી અપીલ કરતા કહ્યું કે સૌ યોગને પોતાના જીવનમાં ઉતારી સ્વસ્થ રહે.
આ પ્રસંગે સરપંચ, તલાટી, આશા વર્કર ,આંગણવાડીની બહેનો, હેલ્થ વર્કર, સફાઈ કર્મચારીઓ, પ્રા. શાળાના આચાર્ય, શિક્ષકો-વિદ્યાર્થીઓ, નહેરો યુવા કેન્દ્રના વોલેન્ટિયર/યુવક મંડળ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.