ભારત સરકારના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના નિર્દેશ મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 18મી ઓગસ્ટથી 17મી નવેમ્બર સુધી રાષ્ટ્રવ્યાપી તકેદારી જાગૃતિ અભિયાનનું આયોજન

ભારત સરકારના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના નિર્દેશ મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 18મી ઓગસ્ટથી 17મી નવેમ્બર સુધી રાષ્ટ્રવ્યાપી તકેદારી જાગૃતિ અભિયાનનું આયોજન
આ વર્ષની થીમ છે: “સતર્કતા એ આપણી સહિયારી જવાબદારી છે.”
આ અનુસંધાનમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ રિજન દ્વારા પણ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુંબેશના ભાગરૂપે વિવિધ શાળા-કોલેજોમાં તકેદારી જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
આજે અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ માટે વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સ્કાઉટ અને ગાઈડ સેલ ના સભ્યો હાજર રહ્યા હતા. ડૉક્ટર શૌરીન શાહ, વાઇસ ચાન્સેલર સિલ્વર ઓક યુનિવર્સિટી પણ હાજરી આપી પ્રસંગ ને શોભાયમાન કર્યો હતો.
સવારે બેંક સ્ટાફે માનવ સાંકળ રેલીનું આયોજન કર્યું હતું, જેના દ્વારા પોસ્ટરો દ્વારા લોકોને તકેદારી જાગૃતિ અને સામાજિક દુષણો નાબૂદી સંબંધિત સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ રેલીનું નેતૃત્વ બેંકના મુખ્ય વિજિલન્સ અધિકારી, કેન્દ્રીય કાર્યાલય, શ્રી સુનિલ અરોરાએ કર્યું હતું.
આ પ્રસંગે ઝોનલ હેડ કુ. કવિતા ઠાકુર, ડેપ્યુટી ઝોનલ હેડ શ્રી સુનિલ સરકાર, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી શૈલેન્દ્ર કુમાર સિંહા, રીજીયોનલ હેડ અમદાવાદ શ્રી ગૌરવ જૈન, રીજીયોનલ હેડ ગાંધીનગર શ્રી ચંદન ઝા સહિત બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્ટાફ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.
બપોરે 3 વાગ્યાથી ટાઉન હોલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રો. (ડૉ.) દિગ્વિજય સિંહ રાઠોડે, NFSU, બેંક સ્ટાફ સભ્યોને સાયબર સુરક્ષા વિષય પર સંવેદનશીલ બનાવ્યા હતા. કાર્યક્રમના અંતે મુખ્ય વિજિલન્સ અધિકારીએ તમામ સ્ટાફ સભ્યોને પ્રામાણિકતાના શપથ લેવડાવ્યા હતા.
આ ઉપરાંત બેંક સ્ટાફ માટે ક્વિઝ કોમ્પીટીશન, સ્પીચ કોમ્પીટીશન, બાળકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, પેઈન્ટીંગ કોમ્પીટીશન અને વિડીયો મેકીંગ કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.



