ક્રાઇમ

બળાત્કારના ગુનામાં ૧૪ વર્ષની સજામાં પેરોલ જમ્પ કરી બે વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ઝડપાયો

બળાત્કારના ગુનામાં ૧૪ વર્ષની સજામાં પેરોલ જમ્પ કરી બે વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ઝડપાયો

બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમ્યાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભુત બાતમી

હકીકત આધારે મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર જીલ્લામાં આવેલ સલાઈ ગામમાંથી ફરાર કેદી પ્રવિણ ધનરાજ લાંજેવર ઉ.વ.૩૦ રહે ગામ સાલઈ, તા. પારસીવની, જી.નાગપુર. (મહારાષ્ટ્ર)નાને ઝડપી પાડેલ છે મજકુર આરોપી વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ- ૪,૫(એલ), ૬ મુજબનો ગુનો દાખલ હતો અને તે ગુનામાં લાજપોર જેલમાં કૈદમા હતો જે તા.૦૮ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ દિન- ૧૦ ની મુદ્દત માટે વચગાળાની રજા ઉપર બહાર આવેલ હતો. જે ત્યાર બાદ સમયસર જેલમાં હાજર ન થઈ ફરાર થઈ ગયેલ હતો. તે બાબતે કૈદી વિરુધ્ધ સીંગણપોર પો.સ્ટે.મા ગુનો નોંધાયેલ હતો.

કેદી સને-૨૦૧૬ માં સુરત શહેરમા ડભોલી ગામમા રહેતો હતો દરમિયાન તા.૨૩ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ ફરીયાદીની દિકરી ઉ.વ.૧૬ ને લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયેલ હતો સદર ગુનામા આરોપીની ધરપકડ થયા બાદ તે લાજપોર જેલમા કાચા કામના કૈદી તરીકે કસ્ટડીમા હતો તેને સદર ગુના સબબ નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા સેશન્સ જજશ્રી સુરત નાઓએ તા.૨૩ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ ૧૪ વર્ષ કૈદની સજા તથા દંડ રૂ.૩૫,૦૦૦ અને તેણે દંડ ન ભરેલ જેથી વધુ ૦૪ વર્ષ અને ૬ મહિનાની સજા ફરમાવેલ હતી. દરમિયાન સને-૨૦૨૨ મા દિન-૧૦ ની વચગાળાની રજા લઈને જેલમાંથી બહાર આવેલ હતો જે ત્યાર બાદ જેલમાં હાજર ન થઈ ફરાર થઈ ગયેલ હતો. મજકુર કૈદી પોતાના ગામથી દુર હોટલ પર રહીને ત્યાજ મજુરી કામ કરતો હોય મળેલ હકીકત આધારે તેને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button