દેશ

ભારતમાં સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલે હાથ મિલાવ્યા

અમદાવાદ, ૩ ઓક્ટોબર ૨૦૨૪: અદાણી ગ્રૂપ અને ગૂગલે ભારતમાં આવેલી ગ્રીડમાં વધુ સ્વચ્છ ઉર્જા ઉમેરવા અને કંપનીઓની સામૂહિક સ્થિરતાના લક્ષ્યોને આગળ વધારવાના હેતુથી બન્નેએ સહયોગ સાધ્યો હોવાની આજે જાહેરાત કરી છે આ ભાગીદારી મારફત અદાણી ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં સ્થિત નવા સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઉર્જા સપ્લાય કરશે. આ નવો પ્રોજેક્ટ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાપારી ધોરણે કામગીરી શરૂ કરે તેવી સંભાવના છે.

​મોટા પાયે પવન, સૌર, હાઇબ્રિડ અને ઉર્જા સંગ્રહ પ્રકલ્પોના કામકાજ માટે કંપનીની પુરવાર થયેલી ક્ષમતાઓ સાથે વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકોને તેઓની ઉર્જાની જરુરિયાતોને પહોંચી વળવા સાથે આ ગ્રાહકોની કાર્બનની ફુટપ્રિન્ટને ઘટાડવા માટે જરુરી સેવાઓ પૂરી પાડવા અદાણી સારી રીતે સજ્જ છે.

​આગળ જતાં ઉદ્યોગોને ડીકાર્બનાઇઝ કરવામાં સહાયરુપ થવા અદાણી મર્ચન્ટ અને C&I ક્ષેત્રો ઉપર વધુ લક્ષ્ય આપવા યોજના ધરાવે છે.

​આ નૂતન સહયોગ ભારતમાં ક્લાઉડ સેવાઓ અને કામગીરીને સ્વચ્છ ઉર્જા દ્વારા સમર્થિત છે તેની ખાતરી કરવા સાથે ગુગલના અવિરત કાર્બન-મુક્ત ઉર્જાના ધ્યેયને આગળ વધારવામાં મદદ કરશે અને આમ ગુગલના ભારતમાં ટકાઉ વિકાસમાં યોગદાન આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button