અદાણી એનર્જી સોલ્યુશન્સે નાણાકીય વર્ષ-25ના બીજા ત્રિમાસિકમાં મજબૂત વૃધ્ધિ નોંધાવી
અદાણી એનર્જી સોલ્યુશન્સે નાણાકીય વર્ષ-25ના બીજા ત્રિમાસિકમાં મજબૂત વૃધ્ધિ નોંધાવી
અમદાવાદ,22 ઓક્ટોબર 2024: વૈશ્વિક વૈવિધ્યસભર અદાણીના વ્યવસાયોના એક ભાગ અને ભારતની સૌથી વિરાટ ખાનગી ટ્રાન્સમિશન અને વીજ વિતરણ અને સ્માર્ટ મિટરીંગ પોર્ટફોલિઓમાં વૃધ્ધિ તરફ આગળ વધી રહેલ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ 30 સપ્ટેમ્બર 2024ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક સમયગાળામાં તેના નાણાકીય અને સંચાલકીય કામકાજના પ્રદર્શનની આજે જાહેરાત કરી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઇ.ઓ.શ્રી કંદર્પ પટેલે ચાલુ નાણાકીય વર્ષમાં મજબૂત કામકાજ અને નાણાકીય પ્રદર્શન માટે આનંદ વ્યક્ત કરતાં કહ્યુ કે વધુ એક સમયગાળામાં અમે સંગીન કામકાજ ચાલું રાખ્યું છે. કંપનીએ સમયસર હાથ ઉપરના પ્રકલ્પને કાર્યરત કરવા અને સંચાલકીય કાર્યક્ષમતા ઉપર લક્ષ્ય આપ્યું છે. બન્ને યુટિલિટીઝમાં વીજ માંગમા વધારા તરફી વલણ અને નવા ટ્રાન્સમિશન પ્રકલ્પ હાંસલ કરવાની બાબતો ઉત્સાહવર્ધક છે અને કંપની તેના હસ્તકના સ્માર્ટ મિટરીંગ કરાર અંતર્ગત મીટર ઇન્સ્ટોલ કરવાની દીશામાં પ્રગતિ કરી રહી છે. અમને આનંદ છે કે પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ‘!બિઝનેસ વર્લ્ડ ‘એ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ને ઉર્જા અને ખનન ક્ષેત્રની કંપની તરીકે બીજા ક્રમે અને સમગ્ર યાદીમાં 23માં સ્થાન આપી સૌથી વધુ ટકાઉ કંપની તરીકે સ્વીકૃતિ આપી છે એમ ઉમેરી તેમણે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ટકાઉ વ્યવસાયિક આયામોની દીશામાં કામ કરતા રહેવાની કંપનીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.