ગુજરાત

સુરતમાં 10 દિવસીય બૌદ્ધાચાર્ય શ્રામણેર શિબિરનું ભવ્ય સમાપન

સુરતમાં 10 દિવસીય બૌદ્ધાચાર્ય શ્રામણેર શિબિરનું ભવ્ય સમાપન

સુરત: રિંગ રોડ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડક ભવન, માન દરવાજા ખાતે 14 સપ્ટેમ્બરથી આયોજિત 10 દિવસીય બૌદ્ધાચાર્ય શ્રામણેર શિબિરનું 22 સપ્ટેમ્બરે ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો સાથે ભવ્ય સમાપન થયું હતું.શિબિર દરમિયાન શ્રામણેરોએ સતત 10 દિવસ સુધી ચીવર ધારણ કરી ભંતે તરીકે રહી બૌદ્ધ ધમ્મનો અભ્યાસ, તાલીમ તથા શિસ્તબદ્ધ જીવનશૈલીનો અનુભવ મેળવ્યો હતો.સમાપન કાર્યક્રમમાં બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા તથા સમતા સૈનિક દળના પ્રમુખ ડૉ. ભીમરાવ યશવંતરાવ આંબેડકર ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે શ્રામણેર શિબિરના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, આવા શિબિરોના માધ્યમથી ધમ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે બૌદ્ધ વિહારોમાં ધાર્મિક પ્રવૃત્તિઓને આગળ વધારવાની તક મળે છે. તેમણે બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના ઐતિહાસિક યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.આ સફળ આયોજન પાછળ શેષરાવ ખરાતજીની મહત્વપૂર્ણ ભૂમિકા અને અથાક મહેનત રહી હતી. દસ દિવસ દરમિયાન શિબિરનું આયોજન, વ્યવસ્થાઓ તથા વિવિધ કાર્યક્રમો સુચારુ રીતે સંચાલિત કરવામાં તેમના યોગદાનની ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી.સમાપન પ્રસંગે ડૉ. ભીમરાવ યશવંતરાવ આંબેડકરની ઉપસ્થિતિ અને માર્ગદર્શને કાર્યક્રમને વિશેષ ગૌરવ અને ગરિમા પ્રદાન કરી હતી. તેમના માર્ગદર્શન તથા શેષરાવ ખરાતજીની મહેનતથી આયોજિત આ 10 દિવસીય શ્રામણેર શિબિર ધમ્મ, શિસ્ત અને સામાજિક જાગૃતિનો પ્રેરણાદાયી કાર્યક્રમ બની રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button