દેશ

અદાણી ફાઉન્ડેશનનો ભારતભરમાં શિક્ષણ મંદિર નિર્માણ કરવા સંક્લ્પ

અદાણી ફાઉન્ડેશનનો ભારતભરમાં શિક્ષણ મંદિર નિર્માણ કરવા સંક્લ્પ

અમદાવાદ, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫: દેશભરમાં શિક્ષણ મંદિરોનું નિર્માણ કરવા માટે અદાણી ફાઉન્ડેશને ખાનગી K-12 શિક્ષણ ક્ષેત્રની વિશ્વની પ્રતિષ્ઠિત અગ્રણી જીઇએમએસ એજ્યુકેશન સાથે સહયોગ કર્યો છે. અદાણી પરિવાર તરફથી રુ. 2,000 કરોડની પ્રારંભિક સખાવત સાથેની આ ભાગીદારી સમાજના તમામ વર્ગના લોકોને પરવડે તેવા વિશ્વ-સ્તરના શિક્ષણ અને જ્ઞાન સરીતાને વહેતી મૂકવા માટેની માળખાકીય સવલતો પ્રસ્થાપિત કરવાને પ્રાધાન્ય આપશે. ફાઉન્ડેશન એ ભારતમાં સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયો ધરાવતા અદાણી સમૂહની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબીલિટી અદા કરવા માટેનું એક મજબૂત અંગ છે.

ચેરમેન ગૌતમ અદાણીની सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है,ની ફિલસૂફીને અનુરુપ આ ભાગીદારી નૂતન અને ક્ષમતા વિકાસ સમર્થિત શિક્ષણની યોગ્યતા વિકસાવવાની આસપાસ કેન્દ્રિત-શ્રેષ્ઠ કક્ષાની સંશોધન સંસ્થાઓને પણ ઉત્તેજન આપશે.

સૌથી પહેલી ‘અદાણી જેમ્સ સ્કૂલ ઓફ એક્સેલન્સ’ 2025-26ના શૈક્ષણિક વર્ષમાં લખનૌમાં અસ્તિત્વમાં આવશે. ત્યારબાદ આગામી ત્રણ વર્ષમાં K-12 ક્ષેત્રમાં ભારતના પ્રાથમિક મેટ્રોપોલિટન શહેરો અને પછીથી ટાયર II થી IV શહેરોમાં આ પ્રકારની ઓછામાં ઓછી 20 શાળાઓ પ્રસ્થાપિત કરવામાં આવશે. સીબીએસઇ અભ્યાસક્રમ સાથેની આ શાળાઓમાં 30% બેઠકો શિક્ષણથી વંચિત અને લાયક બાળકો માટે નિશૂલ્ક રહેશે. સમગ્ર ભારતમાં પથરાયેલા અદાણી સમૂહના પ્રકલ્પો સાથેની વ્યાપક માળખાગત ક્ષમતાઓ અને જીઇએમની શૈક્ષણિક કુશળતાનો આ ભાગીદારી મારફત લાભ મેળવીને ભારતના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ હાથવગું,સસ્તું અને એક ટકાઉ મોડેલ વિકસાવવાની યોજના છે.
અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ પહેલ વિશ્વકક્ષાના શિક્ષણ જરુરતમંદ વિદ્યાર્થીઓને પરવડે તે સાથે વ્યાપક સ્તરે સરળ રીતે ઉપલબ્ધ બનાવવાની અમારી મનશા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારી જીઇએમએસ એજ્યુકેશન સાથેની ભાગીદારી મારફત વૈશ્વિક શ્રેષ્ઠ આયામો અને અભિનવ ડિજિટલ શિક્ષણ અપનાવીને અમે ’ચેન્જ મેકર્સ’ની આગામી પેઢીને સજ્જ કરી ભારતમાં સામાજિક જવાબદારી અદા કરવાની લગામ સંભાળે તેવું અમારું લક્ષ્ય છે એમ ગૌતમ અદાણીએ કહ્યું હતું.

GEMS એજ્યુકેશનના સ્થાપક અને ચેરમેન સન્ની વારકેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમારી દ્રષ્ટિ હંમેશાં શીખનાર દરેકને તેમની સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના ગુણવત્તાયુક્ત શિક્ષણને સુલભ બનાવવાની રહી છે. અદાણી ફાઉન્ડેશન સાથેનો આ સહયોગ અમારી વૈશ્વિક શૈક્ષણિક કુશળતા ભારતના વિવિધ પ્રદેશોમાં શીખનારાઓ અને શિક્ષકોને લાવવા માટે અમારી પહોંચ અને પ્રભાવને વિસ્તૃત કરવા માટે અમોને તાકાતવાન બનાવશે.

રાષ્ટ્રમાં પરિવર્તન લાવવા માટે તેના યુવાનોના ઘડતર પર મહેનતકશ અને પ્રતિબદ્ધ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોવાનું આ સહયોગીઓનું માનવું છે. અતિ કુશળ અને મૂલ્ય આધારિત પ્રતિભાઓના એક સેતુનું નિર્માણ કરવાના ઉદ્દેશ્યની પરિપૂર્તિ માટે આ સંગઠન મદદરુપ બનશે.શ્રેષ્ઠ ભારતીય અભ્યાસ બોર્ડ સાથે જોડાયેલી ’અદાણી-જેમ્સ’ શાળાઓને વૈશ્વિક અભ્યાસક્રમનો લાભ મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button