વ્યાપાર

સંપત્તિ સર્જનમાં અદાણી જૂથનો દબદબો, AGEL ‘ફાસ્ટેસ્ટ વેલ્થ ક્રિએટર’

સંપત્તિ સર્જનમાં અદાણી જૂથનો દબદબો, AGEL ‘ફાસ્ટેસ્ટ વેલ્થ ક્રિએટર’
AEL સતત ત્રીજી વખત ‘બેસ્ટ ઓલ-રાઉન્ડ વેલ્થ ક્રિએટર’
અદાણી ગ્રીન એનર્જી છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સૌથી ઝડપી સંપત્તિ સર્જનારી કંપની બની છે. 2019-માર્ચ 2024 ના સમયગાળા દરમિયાન અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જી યુનિટે 118 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે (CAGR) વળતર આપ્યું છે. ભારતીય ફાઈનાન્સ કંપની મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (MOFSL)ના અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે.

મંગળવારે પ્રસિદ્ધ થયેલા ’29મા મોતીલાલ ઓસ્વાલ એન્યુઅલ વેલ્થ ક્રિએશન સ્ટડી- 2024′ માં જણાવાયુ છે કે, જો 2019માં 10 સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોત, તો તે રોકાણનું મૂલ્ય 2024માં 1.75 કરોડ રૂપિયા થઈ ગયું હોત.

અદાણી એન્ટરપ્રાઇઝ સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડ વેલ્થ ક્રિએટર’ બની છે. રોકાણકારોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન, લગભગ 77 ટકાના CAGR પર વળતર મળ્યું છે, જ્યારે નિફ્ટી 50 એ આ સમયગાળા દરમિયાન 14 ટકાનું CAGR વળતર આપ્યું છે. એટલા જ સમયગાળામાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડ વેલ્થ ક્રિએટર’ બની છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વેલ્થ ક્રિએશનમાં નાણાકીય ક્ષેત્ર મોખરે રહ્યું છે. ભારતમાં 2019-2024 દરમિયાન ટોપ 100 સંપત્તિ સર્જકોએ રૂ. 138 લાખ કરોડથી વધુની સંપત્તિનું સર્જન કર્યું છે. ત્યારબાદના ક્રમમાં ટેકનોલોજી અને યુટીલીટીનું યોગદાન છે. 2019-2024 દરમિયાન સરકારી કંપનીઓએ પણ સંપત્તિ સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા ત્રણ અભ્યાસમાં સંપત્તિ સર્જનમાં 20 PSUનો ફાળો 17 ટકા રહ્યો છે.

રિસર્ચમાં મુજબ 9 નાણાકીય કંપનીઓનો નફો 5 વર્ષમાં 19 ગણો વધ્યો છે. PSUમાં સંપત્તિ સર્જનને પ્રોત્સાહન આપવાનું મુખ્ય કારણ કંપનીઓના નફામાં વધારો છે. 5 વર્ષમાં 9 નાણાકીય કંપનીઓનો નફો 19 ગણો વધ્યો છે, ખાસ કરીને કોલ ઈન્ડિયાનો નફો 5 વર્ષમાં 4 ગણો વધ્યો છે. MOFSL ના રિસર્ચમાં જણાવવામાં આવ્યુ છે કે, “અમે સર્વશ્રેષ્ઠ સંપત્તિ સર્જકને સૌથી મોટા, સૌથી ઝડપી અને સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતા શેરોની ત્રણ શ્રેણીઓ હેઠળના રેન્કના આધારે વ્યાખ્યાયિત કરીએ છીએ,” જ્યાં કોઈપણ બે સ્ટોક્સ સમાન સ્કોર ધરાવતા હોય ત્યાં અદાણી એન્ટરપ્રાઇઝિસ શ્રેષ્ઠ સર્વાંગી સંપત્તિ સર્જક તરીકે ઉભરી આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button