દેશ

સુરક્ષા સ્માર્ટ સિટીને પીએમએવાય અંતર્ગત મજબૂત 6,500 બુકિંગ સાથે રૂ.1,450 કરોડની આવકની અપેક્ષા

સુરક્ષા સ્માર્ટ સિટીને પીએમએવાય અંતર્ગત મજબૂત 6,500 બુકિંગ સાથે રૂ.1,450 કરોડની આવકની અપેક્ષા

 

મુંબઈ, 2 સપ્ટેમ્બર, 2024 : વસઈ (પૂર્વ)માં 362 એકરની વિશાળ ટાઉનશીપ સુરક્ષા સ્માર્ટ સિટીએ માર્ચથી મે 2024 સુધીના માત્ર ત્રણ મહિનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અંતર્ગત 6,500 બુકિંગ મેળવીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. આ રેકોર્ડ બુકિંગ સાથે સુરક્ષા સ્માર્ટ સિટી રૂ.1,450 કરોડની આવકની અપેક્ષા ધરાવે છે.

ઇડબ્લ્યુએસ માટે પાત્રતા સીમામાં સુધારો કરવાના સરકારના નિર્ણયને પગલે પીએમજેવાય બુકિંગમાં વધારો હવે એમએમઆરમાં રૂ.6 લાખ સુધીની વાર્ષિક ઘરેલૂ આવક ધરાવતા વ્યક્તિઓને સામેલ કરવા સક્ષમ બનાવે છે. નીતિગત ફેરફારથી ઘર ખરીદવાની પહોંચ વિસ્તૃત બની ગઈ છે, જેનાથી મોટી સંખ્યામાં ખરીદદારો 1બીએચકે યુનિટ્સ માટે બેંક લોન મેળવી શકે છે, જેમાંથી દરેકની કિંમત લગભગ રૂ. 22.50 લાખ છે. ખરીદદારોનો આ ધસારો સુરક્ષા સ્માર્ટ સિટીના મજબૂત નાણાકીય પ્રદર્શનને આગળ વધારવામાં મહત્વનો રહ્યો છે. પીએમજેવાય અંતર્ગત રૂ. 2.50 લાખની સીધી સરકારી સબસિડી અને માત્ર રૂ. 1000ની સ્ટેમ્પ ડ્યુટીનો વધુ લાભ મેળવી શકાય છે.

જબરજસ્ત પ્રતિસાદને પહોંચી વળવા અને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે, સુરક્ષા સ્માર્ટ સિટીએ 3ડી કાસ્ટિંગ સાથે પ્રીકાસ્ટ ટેક્નોલોજી સહિત અદ્યતન બાંધકામ તકનીકોનો લાભ મેળવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. જેનાથી ન માત્ર બાંધકામની સમયરેખાને વેગ મળે છે, પરંતુ બાંધકામ ગુણવત્તામાં પણ વધારો કરે છે અને શ્રમ વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત બનાવે છે. ખાસ કરીને પ્રીકાસ્ટ ટેક્નોલોજીને અપનાવવાથી ગેમ-ચેન્જર સાબિત થયું છે, જે કંપનીને કડક સમયરેખા અને ખર્ચ કાર્યક્ષમતા જાળવીને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઘરો બનાવવામાં મદદ મળે છે.

સુરક્ષા ગ્રૂપના મેનેજમેન્ટ જશ પંચમિયા પ્રોજેક્ટની સફળતા માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવે છે કે, “પીએમજેવાય અંતર્ગત સુરક્ષા સ્માર્ટ સિટી માટે અમને જે પ્રતિસાદ મળ્યો છે તે ખરેખર ઉત્સાહજનક છે. ગુણવત્તાયુક્ત આવાસ ઉપલબ્ધ કરવવા માટેની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે, અને ઘર ખરીદનારાઓ તરફથી મળી રહેલી જબરજસ્ત રૂચિ આ મિશનના મહત્વમાં અમારી ઓળખની પુનઃપુષ્ટિ કરે છે.

અમારો પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે સ્ટેશનથી ચાલીને જઈ શકાય તેટલા અંતરે આવેલો છે અને ફોરેસ્ટ થીમ આધારિત ગાર્ડન, મલ્ટીપર્પઝ ટર્ફ, યોગા અને મેડિટેશન સ્પેસ અને આઉટડોર જિમ જેવી સુવિધાઓની સાથે ટાઉનશીપમાં રહેવાની તક આપે છે અને આ તમામ રૂ.22.50 લાખની પ્રારંભિક કિંમત પર ઉપબલ્ધ છે. અમે દરેક ઘરને સમયસર અને ઉચ્ચતમ ધોરણો સાથે ડિલીવર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છીએ, જેથી અમારા ખરીદદારોએ અમારા પર જે ભરોસો અને વિશ્વાસ દર્શાવ્યો છે, તે જળવાઇ રહે. ”

વસઈ (પૂર્વ)માં સુરક્ષા સ્માર્ટ સિટીનું સ્થાન મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં વ્યૂહાત્મક રીતે સ્થિત હોવાની તાકાતનો લાભ મેળવે છે, જે આ પ્રદેશના વધતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કનેક્ટિવિટી અને પહોંચ પૂરી પાડે છે. વસઈ પ્રથમ વાર ઘર ખરીદી રહેલાઓ માટે પણ વધુને વધુ એક આદર્શ સ્થળ બની રહ્યું છે, કારણ કે આ વિસ્તાર શહેરી સુવિધાની સાથેસાથે શાંત જીવનશૈલી પણ પૂરી પાડે છે. આ સંયોજન તેને દરેક ઘર ખરીદનાર માટે રોકાણની એક આકર્ષક તક બનાવે છે.

સુરક્ષા ગ્રૂપનું ગુણવત્તાયુક્ત આવાસ પર સતત ધ્યાન, તેના નવીન બાંધકામ અભિગમ સાથે મળીને, સુરક્ષા સ્માર્ટ સિટીને ભારતની વધતી જતી શહેરી વસ્તીની આવાસની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં એક મુખ્ય ખેલાડી તરીકે સ્થાન આપે છે.

ભવિષ્ય તરફ જોતા, સુરક્ષા સ્માર્ટ સિટી વધારાના તબક્કાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં રૂ.20 લાખથી રૂ.50 લાખ સુધીના વિવિધ ઉત્પાદન મિશ્રણની રજૂઆત કરશે. આ આગામી વિકાસ યોજનાઓ પરવડે તેવા આવાસોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે ટાઉનશીપ વિવિધ આવક વર્ગ ધરાવતા ઘર ખરીદનારાઓ માટે એક પસંદગીનું સ્થળ બની રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button