શિક્ષા

ભવિષ્યને સશક્ત બનાવવા અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉડાન હેઠળ અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ વિદ્યાર્થીઓને પરિવર્તનશીલ અનુભવ પૂરો પાડે છે

ભવિષ્યને સશક્ત બનાવવા અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉડાન હેઠળ અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ વિદ્યાર્થીઓને પરિવર્તનશીલ અનુભવ પૂરો પાડે છે

– જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને ભરૂચ જિલ્લાની ૧૩૬ શાળાના આચાર્યોએ અદાણી ફાઉન્ડેશનની શૈક્ષણિક પહેલ ‘પ્રોજેક્ટ ઉડાન’ હેઠળ દહેજ સ્થિત અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટ પ્રા. લિ.ની મુલાકાત લીધી

દહેજ, ભરૂચ : સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અદાણી ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક પહેલ ‘પ્રોજેક્ટ ઉડાન’ હેઠળ, ભરૂચ જિલ્લાની ૧૩૬ શાળાના આચાર્યો અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતીબા રાઓલએ અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટની મુલાકાત લીધી હતી. આ પ્રથમ વખત છે કે આ વિસ્તારના શાળાના વડાઓએ એકસાથે કોઈ ઔદ્યોગિક સંકુલની મુલાકાત લીધી છે.

પ્રોજેક્ટ ઉડાન, અદાણી જૂથના અધ્યક્ષ શ્રી ગૌતમ અદાણીની પ્રેરણાદાયક યાત્રાથી પ્રેરિત છે, જે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને અદાણીના સાઇટ્સની મુલાકાત લેવાની અને કંપનીના દૈનિક કાર્યપ્રણાલીની સમજ મેળવવાની તક આપે છે. “પ્રોજેક્ટ ઉડાન યુવાન મનને મોટા સપનાઓ જોવા માટે પ્રેરિત કરે છે, તેમને ભવિષ્યના ઉદ્યોગપતિઓ, નવીનતા લાવનારાઓ અને નેતા બનવા માટે સશક્ત બનાવે છે, જે દેશના ભવિષ્યને ઘડશે,” એમ અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી શિલિન અદાણી કહે છે. આ પહેલ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓ માટે મફત છે, જ્યારે ખાનગી સંસ્થાઓ માટે ન્યૂનતમ ફી લાગુ પડે છે.

હાલમાં ભારતભરના લાખો વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક અનુભવનો લાભ લીધો છે, જ્યારે તાજેતરની આ મુલાકાત ખાસ કરીને શાળાના વડાઓ માટે યોજાઈ હતી જેથી તેઓ સ્વઅનુભવથી આ મુલાકાતના મહત્વને સમજી શકે અને વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે.

આચાર્યોએ આ મુલાકાત માટે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો, અને જણાવ્યું કે આ તેમની ઔદ્યોગિક કામગીરીની પ્રથમ રૂબરૂ મુલાકાત હતી. DEO શ્રીમતી સ્વાતીબા રાઓલએ અદાણી ફાઉન્ડેશનનો આ કાર્યક્રમ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની વિશાળ ઉદ્યોગોની મુલાકાત એક અદભૂત તક છે, જે વિદ્યાર્થીના દૃષ્ટિકોણને વિસ્તૃત કરશે. વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને ઉત્સાહ જગાવવા માટે આચાર્યો અહીં નવી દૃષ્ટિ સાથે આવ્યા છે.” શ્રી પંકજ ઉકે, સીઓઓ તેમની ટીમ અને ‘પ્રોજેક્ટ ઉડાન’ના હેડ શ્રી જિગ્નેશ વિભાંડિકે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હવે માર્ચ 2026 સુધીમાં, આ શૈક્ષણિક અનુભવ 7,000થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશન, અદાણી જૂથની સામાજિક કલ્યાણ અને વિકાસની શાખા, શાળા અને કોલેજના (ટેકનિકલ અને નોન-ટેકનિકલ) વિદ્યાર્થીઓ માટે અદાણી જૂથની વિવિધ સાઇટ્સની મુલાકાતનું આયોજન કરે છે. આ મુલાકાતોનું ઉદ્દેશ યુવાન મનમાં વિવિધ ઉદ્યોગો માટે રસ જગાવવાનું અને તેમને જીવનમાં મોટા સપનાઓ જોવા માટે પ્રેરિત કરવાનું છે. ફાઉન્ડેશન માને છે કે જ્યારે યુવાનોને એકપોઝર મળે છે, ત્યારે તેઓ પોતાની ક્ષમતા સમજી શકે છે અને તેને હાંસલ કરવા માટે પ્રેરિત થાય છે. વધુ માહિતી માટે મુલાકાત લો: www.projectudaan.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button