વ્યાપાર

અદાણી ટોટાલ ગેસ લિ.ના નાણા વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિક પરિણામો 

સમયગાળામાં વાર્ષિક ધોરણે સમગ્ર વોલ્યુમ 17% વધ્યું: CNG નેટવર્ક વધીને 559 સ્ટેશન: ઘરેલું PNG જોડાણ વધીને 8.58 લાખ ઘરોમાં પહોંચ્યા: વાર્ષિક ધોરણે EBITDA 21% વધીને રુ.308 કરોડ: 15 રાજ્યોમાં 1212 EV ચાર્જીંગ પોઇન્ટ્સ વિસ્તર્યા
નાણા વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન કામકાજની એકીકૃત ઝાંખી:
આ ગાળામાં ૧૨ નવા CNG સ્ટેશનના ઉમેરા સાથે હવે કુલ 559 CNG સ્ટેશન
8.58 લાખ આવાસોમાં PNGના નવા જોડાણોના ઉમેરા સાથે કુલ 38,165 આવાસોમાં PNG જોડાણ
211 નવા ગ્રાહકોના ઉમેરા સાથે ઔદ્યોગિક અને વાણિજ્યક જોડાણની સંખ્યા 8,542 
સ્ટીલ પાઇપ લાઇન બિછાવવાનું કામ 12,244 ઇંચ કિ.મી.માં સંપ્પન
CNG અને PNGનું સંયુક્ત વોલ્યુમ વાર્ષિક ધોરણે 17% વધીને 230 MMSCM
નાણા વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન વાર્ષિક ધોરણે એકીકૃત નાણાકીય કામકાજની ઝાંખી:
કામકાજની આવક 9% વધીને રુ.1,237 કરોડ
21% EBITDA વધવા સાથે રુ. 308 કરોડ
કર બાદનો નફો (PAT) 20% વધીને રુ. 177 કરોડ
આ ગાળામાં કર બાદનો એકીકૃત નફો (PAT)
વાર્ષિક ધોરણે કર બાદનો એકીકૃત નફો (PAT) 14% વધી રુ.172 કરોડ
આ સમય ગાળામાં પાન ઇન્ડીયા ફુટપ્રિન્ટ (IOAGPL સાથે સંયુક્ત સાહસ):
24 નવા CNG સ્ટેશનના ઉમેરા સાથે હવે કુલ 927 CNG સ્ટેશનનું નેટવર્ક
0.44 લાખ આવાસોમાં નવા PNG જોડાણોના ઉમેરા સાથે દેશમાં કુલ 10.2 lakh આવાસોમાં PNG
ઔદ્યોગિક અને વાણિજ્યક નવા 100 ગ્રાહકોના ઉમેરા સાથે કુલ જોડાણ 3,142 
વ્યવસાયની મુખ્ય તાજી જાણકારી
ATGL ને વ્યાપાર ટ્રાન્સફર કરાર અનુસાર જલંધર GA ના અધિકૃતતા પત્રના સ્થાનાંતરણ માટે નિયમનકાર PNGRB તરફથી મળેલી મંજૂરી પંજાબમાં જલંધર GA કંપનીને ઉચ્ચ વોલ્યુમ વૃદ્ધિની તક પૂરી પાડે છે
અદાણી ટોટાલ એનર્જીસ ઇ-મોબિલિટી લિ.(ATEL) 
15 રાજ્યોમાં 1212 EV ચાર્જીંગ પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા
વધારાના 740 EV ચાર્જિંગ પોઈન્ટ EV ફ્લીટ કંપનીઓ, સરકારી સત્તામંડળો, પ્રવાસન વિભાગો અને  મ્યુનિસિપલ કોર્પોરેશનો વગેરે સાથે બાંધકામના વિવિધ તબક્કામાં છે.
અમદાવાદ, 29મી જુલાઈ 2024: ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપની અદાણી ટોટલ ગેસ લિ.(ATGL) એ ​​30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના કામકાજ અને નાણાકીય કામગીરીની આજે જાહેરાત કરી છે.
અદાણી ટોટાલ ગેસ લિ.ના એક્ઝિક્યુટીવ ડાયરેકટર અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે 17% વોલ્યુમ વૃદ્ધિને પગલે કંપનીએ વાર્ષિક ધોરણે EBITDAમાં 21% વૃદ્ધિ હાંસલ કરીને મજબૂત કામકાજ અને નાણાકીય કામગીરીનું પ્રદર્શન કરવા સાથે નાણા વર્ષ-25ની કામગીરીનો સરસ આરંભ કર્યો છે. “ત્રિમાસિક દરમિયાન ATGL ને જલંધર ભૌગોલિક વિસ્તાર (GA) માટે અધિકૃતતા પત્રની તબદીલી માટે નિયમનકાર પાસેથી મળેલી મંજૂરી કંપનીને ઉચ્ચ વોલ્યુમ વૃદ્ધિની તક પૂરી પાડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપનીએ 1000 EV ચાર્જિંગ પોઈન્ટ્સનું નોંધપાત્ર સિમાચિહ્ન વટાવ્યું છે.અને બહુવિધ સ્થળોએ 1212 ઈવી ચાર્જિંગ પોઈન્ટ્સ સુધી પહોંચી ગઇ છે. CGD ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને બહુવિધ ભૌગોલિક ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરી રહ્યા હોવાથી અમે નેચરલ ગેસ પર વધુ ટ્રેક્શન જોવાનું વલણ અપનાવ્યું છે. ઇ-મોબિલિટી, એલએનજી અને બાયોમાસના રૂપમાં નવી ટકાઉ ઉર્જા સાથે અમારા ગ્રાહકોને ટકાઉ ઊર્જા પ્લેટફોર્મ પુરુ પાડવા અને દેશની ઉર્જા સંક્રમણ યાત્રામાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે અમે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
બહુવિધ ભૌગોલિક વિસ્તારો (GAs)માં નેટવર્ક વિસ્તરણને કારણે CNG વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 20%નો વધારો થયો છે.જ્યારે ગેસની કિંમતોના ઑપ્ટિમાઇઝેશન સાથે PNGના ઔદ્યોગિક વોલ્યુમમાં રીકવરી થઈ છે અને સ્થાનિક અને વ્યાપારી સેગમેન્ટમાં નવા PNG કનેક્શનના ઉમેરા સાથે PNG વોલ્યુમમાં વાર્ષિક ધોરણે11%નો વધારો થયો છે. પરિણામે ઉંચા વોલ્યુમના કારણે વાર્ષિક ધોરણે EBITDA 21% વધ્યો છે. ત્રિમાસિક ગાળા દરમિયાન ATGLનું ક્રેડિટ રેટિંગ “ICRA AA” સ્ટેબલમાંથી “ICRA AA” સ્ટેબલમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે.
2030 સુધીમાં વોટર ન્યુટરલ બનવાના લક્ષ્ય સાથે હવે વરસાદી પાણીના સંગ્રહ દ્વારા 4 સાઇટ્સને સુવિધા આપવામાં આવી છે.
પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વધારાની 34 KW સોલાર ક્ષમતા સ્થાપિત કરવા સાથે બહુવિધ સ્થળોએ કુલ સ્થાપિત ક્ષમતા  934 KW સુધી પહોંચી છે. સીએનજી પર 100% હળવા 520 કોમર્શિયલ વાહનો જાળવવામાં આવ્યા છે. તેમજ 5 સાઇટ્સ માટે ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ સર્ટિફિકેશન માટે અંતિમ પ્રમાણપત્ર માટેનું ઓડિટ પૂર્ણ કરવાની પ્રક્રિયાને આરે છે.
About Adani Total Gas
Given its gas distribution, ATGL is authorised in 34 Geographical Areas and plays a significant role in the nation’s efforts to enhance the share of natural gas in its energy mix. Of the 53 GAs, 34 are owned by ATGL and the balance 19 GAs are owned by Indian Oil-Adani Gas Private Limited (IOAGPL) – a 50:50 joint venture between Adani Total Gas Limited and Indian Oil Corporation Limited. Further, ATGL has formed 2 wholly owned subsidiaries namely Adani TotalEnergies E-Mobility Ltd (ATEL) and Adani TotalEnergies Biomass Ltd (ATBL) for its E-Mobility and Biomass Business respectively. ATGL has also formed a 50:50 joint venture, namely Smart Meter Technologies Private Limited for its gas meter manufacturing business.
For more information, please visit https://www.adanigas.com/

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button