શિક્ષા
અગ્રવાલ સ્કૂલના વિદ્યાર્થીઓ વેસ્ટર્ન રિજન ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં રમશે
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બાસ્કેટબોલ ટીમમાં વેસુની અગ્રવાલ વિદ્યા વિહાર સ્કૂલની વિદ્યાર્થીનીઓ નિયતિ જૈન અને માહી ઝવેરીની પસંદગી થઈ છે. શાળાના પ્રમુખ સંજય સરાવગીએ માહિતી આપી હતી કે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ આઇટીએમ યુનિવર્સિટી, ગ્વાલિયર ખાતે રમાશે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો દ્વારા બંને વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.