વ્યાપાર

અમદાવાદમાં “ધ બંગ્લોઝ” ખાતે “આર્ટ એક્ઝિબિશન”નું આયોજન કરાયું

ધ બંગ્લોઝ એ અમદાવાદનો એક અનોખો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે જે રહેવાસીઓની લાઇફસ્ટાઇલને વિવિધ રીતે અપગ્રેડ કરવા માટે રચાયેલ છે જેમાં રમતગમત હોય કે આજની સગવડતા હોય તે શ્રેષ્ઠ સંસાધનોનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ઇ-સિટી વેન્ચર્સ આગામી વર્ષોમાં આના જેવા વધુ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની યોજના ધરાવે છે. કાંઈક અનોખું કરવાની પરિકલ્પના સાથે ઇ-સિટી વેન્ચર્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અતુલ ગોયલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદના ઇસ્કોન રોડ પર સ્થિત “ધ બંગ્લોઝ” ખાતે 28 ઓક્ટોબર, 2023- શનિવારના રોજ “આર્ટ એક્ઝિબિશન”નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ આર્ટ એક્ઝિબિશનનું આયોજન આર્ચર્સ અને ધ બંગ્લોઝ દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું.

આ આર્ટ એક્ઝિબિશન દરમિયાન એમ એફ હુસૈન, એસ, એચ. રઝા, જૈમિની  રોય, અમિત અંબાલાલ અને અન્ય ઘણાં ખ્યાતનામ કલાકારોની આર્ટ પેઈન્ટિંગ્સ તથા સેરીગ્રાફ પેઈન્ટિંગ્સ ડિસ્પ્લે કરાઈ હતી.  ધ બંગ્લોઝમાં  વિશિષ્ટ રીતે ડિઝાઇન કરાયેલા વિસ્તારો છે જ્યાં કલા અને અન્ય પ્રદર્શનો પ્રદર્શિત કરી શકાય છે. આ આર્ટ એક્ઝિબિશનમાં આશરે 70 જેટલી પેઈન્ટિંગ્સ પ્રદર્શિત કરાઈ છે.

આ અંગે ધ બંગ્લોઝના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અતુલ ગોયલે જણાવ્યું હતું કે, “ધ બંગ્લોઝ ખાતે હંમેશા અમે કાંઈક નવું કરીએ છીએ. અગાઉ ટેનિસ કોર્ટ ઓપન કરીને હવે આર્ટ લવર્સ માટે પેઈન્ટિંગ્સ ડિસ્પ્લે કરી છે. મને પોતાને પેઇન્ટિંગ સ્પ્રત્યે ખૂબ પ્રેમ છે અને દેશ- વિદેશની પેઈન્ટિંગ્સ મારા ઘરમાં ડિસ્પ્લે છે. સ્થાનિક ઉભરતી પ્રતિભા પ્રદર્શિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો અને સપોર્ટિવ હોલોસ્ટિક પ્રોગ્રામિંગને ધ્યાનમાં રાખીને અમે આ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે, જેમાં અમને આર્ચર્સ આર્ટ ગેલેરીનો સંપૂર્ણ સપોર્ટ મળ્યો છે.”

આર્ચર્સ આર્ટ ગેલેરીના શ્રી મનન રેલિયાએ જણાવ્યું હતું કે, “આ આર્ટ કલ્ચરના સમૃદ્ધ વારસાને સમૃદ્ધ કરવાનો એક વિચાર અને પ્રયાસ છે. આર્ચર આર્ટ ગેલેરી એ દેશની ટોચની સૌથી ઓનલાઈન આર્ટ ગેલેરીઓમાંની એક છે અને વિશ્વભરમાંથી આર્ટ કલેક્ટર્સ અને ખરીદદારોનો વિશાળ આધાર ધરાવે છે. લોકપ્રિય, આધુનિક અને સમકાલીન કલાકારોની પેઇન્ટીંગ્સને પ્રદર્શિત કરવા માટે અમે ઘ બંગ્લોઝ સાથે જોડાયા છીએ.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button